BMCથી પરેશાન સોનૂ સૂદનું છલકાયું દર્દ, ટવિટર પર લખ્યું, ‘મસલા યે ભી હૈ, કોઇ અચ્છા હૈ તો ક્યૂં હૈ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jan 2021 04:28 PM (IST)
અભિનેતા સોનૂ સૂદ પર ગેરકાયદેસર બાંધકામનો આરોપ છે. તેમના સામે કેસ પણ નોંધાયો છે. આ મામલાથી પરેશાન અભિનેતા સોનુ સૂદે સોશિયલ મીડિયા પર તેમની વ્યથા વ્યક્ત કરી છે. સોનૂએ શું લખી ઇમોશનલ પોસ્ટ આવો જાણીએ...
કોરોનામાં લોકડાઉન દરમિયાન હજારો લોકોના મસીહા બનનાર સોનૂ સૂદ હાલ પરેશાન છે. BMC દ્રારા તેમના પર ગેરકાયેદસર નિર્માણનો આરોપ લગાવાયો છે. સોનૂ સૂદે અપ્રત્યક્ષ રીતે સોશિયલ મીડિયા પર તેમની મુશ્કેલી વ્યક્ત કરી છે. શું લખી વ્યથા કરી વ્યક્ત સોનૂએ ટ્વિટ કરીને લખ્યું, ‘દુનિયામે મસલા યે ભી હૈ, કોઇ અચ્છા હૈ તો ક્યૂં હૈ’ આ પહેલા પણ સોનૂએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘કોઇની મદદ કરવાનું મુહુર્ત ક્યારેય ન હતું અને ક્યારે નહી હોય. જો અત્યારે નહીં તો ક્યારેય નહી’ શું છે સમગ્ર મામલો . BMCએ અભિનેતા સોનૂ સૂદ પર આરોપ લગાવ્યો છે કે, તેમણે કોઇ મંજૂરી લીધા વિના જ 6 માળની ઇમારતને હોટલમાં બનાવી દીધી. આ મામલે 7 જાન્યુઆરીએ BMCએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. . BMCએ 2019માં સોનૂ સૂદને એક નોટિસ આપી હતી. આ નોટિસને પગલે સોનૂ સૂદે કોર્ટમાં અરજી કરી હતી જો કે કોર્ટ તેમની અરજી ફગાવી હતી. હાઇકોર્ટ પહોંચ્યા સોની સૂદ સોનુ સૂદ તેમના બચાવ માટે હવે હાઇકોર્ટના શરણે ગયા છે. બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, 13 જાન્યુઆરી સુધી બીએમસી પર અભિનેતાના મકાન પરની કોઈપણ કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે.