મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ આજકાલ પ્રવાસી મજૂરોની મદદ કરીને ચર્ચમાં ચાલી રહ્યો છે, અને આ કારણે તે દેશવાસીઓનો માનીતો થઇ ગયો છે. એક્ટર પોતાના ખર્ચે પ્રવાસી મજૂરોને પોતાના વતન મોકલી રહ્યો છે. આ બધાની વચ્ચે અભિનેતાનુ એક ખાસ રિએક્શન જબરદસ્ત વાયરલ થઇ રહ્યું છે.

આવામાં એક દિલચસ્પ ટ્વીટ સામે આવ્યુ છે, જેના પર સોનુ સૂદનુ રિએક્શન પણખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે, એક સુશ્રીમા આર્ચાર્ય નામની યૂઝરે સોનુ સૂદ પાસે મદદ માંગી છે, સુશ્રીમાં પોતાના પતિ સાથે લૉકડાઉનમાં રહીને થાકી ગઇ છે.

તેને આ વાત સોનુ સૂદને ટ્વીટ કરીને કહી- સોનુ સૂદ હું જાણુ છું કર્ફ્યૂથી લઇને લૉકડાઉન-4 સુધી પોતાના પતિની સાથે રહી ચૂકી છુ, શું તમે આમને ક્યાંક બીજે મોકલી શકો છો, કે પછી મને મારી માના ઘરે મોકલી દો. કેમકે હવે હુ તેમની સાથે વધુ નથી રહી શકતી.



મહિલાના ટ્વીટનો જવાબ આપતા સોનુ સૂદે લખ્યું- મારી પાસે એક બેસ્ટ પ્લાન છે, હું તમને બન્નેને સાથે ગોવા મોકલી દઉં છુ, શું કહો છો?

ઉલ્લેખનીય છે કે આ રીતે ઘણાબધા લોકો સોનુ સૂદ પાસે મદદ માંગી રહ્યાં છે, અને અભિનેતા ખાસ કરીને પ્રવાસી શ્રમિકોને પોતાના વતન વાપસી કરાવી રહ્યો છે.