Sruthi Shanmuga Priya Husband Dies: ટીવી અને તમિલ અભિનેત્રી શ્રુતિ શનમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખર હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સમયે  અભિનેત્રીના માથા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ સમાચાર સાંભળ્યા બાદ અભિનેત્રીના ચાહકો પણ આઘાતમાં છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શ્રુતિ શનમુગાએ તાજેતરમાં જ તેના પતિ અરવિંદ સાથે લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બંનેએ ગયા વર્ષે 27 મેના રોજ લગ્ન કર્યા હતા. એક્ટ્રેસના પતિનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. 


અભિનેત્રી શ્રુતિ શનમુગા પ્રિયાના પતિનું નિધન 


જણાવી દઈએ કે ટીવી સીરિયલ સ્ટાર શ્રુતિ શનમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખર પણ ખૂબ જ ફેમસ હતા. કપલ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા હતા. મળતી માહિતી મુજબ અરવિંદ શેખરનું મોત  હાર્ટ એટેકના કારણે થયું હતું. આ આકસ્મિક મૃત્યુથી દરેક વ્યક્તિ શોકમાં છે. પતિના અવસાન બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી છે.







અભિનેત્રીએ આ વાત ઈમોશનલ પોસ્ટમાં લખી 


પોસ્ટ શેર કરતા અભિનેત્રી શ્રુતિએ લખ્યું કે માત્ર શરીર જ અલગ થયું છે, પરંતુ તમારી આત્મા અને વિચારો હંમેશા મારી સાથે રહેશે અને હંમેશા મારી રક્ષા કરશે. રેસ્ટ ઈન પીસ માય લવ અરવિંદ શેખર.... તમારા પ્રત્યેનો મારો પ્રેમ વધારે વધી ગયો છે. આપણે પહેલેથી જ એકબીજા સાથે ઘણી બધી યાદો ભેગી કરી છે જે હું  જીવનભર માટે સાથે રાખીશ. તમે વધારે યાદ કરુ છુ અને  પહેલા કરતા વધુ પ્રેમ કરું છું અરવિંદ.  


કાર્ડિયક અરેસ્ટના લક્ષણો



  • અચાનક બેહોશ થવું

  • પલ્સ અથવા શ્વાસ બંધ થવા

  • પ્રતિક્રિયા બંધ થવી

  • ઓક્સિજનની કમીના કારણે ત્વચા ફિક્કી પડી જવી

  • શરીરના અંગો પરથી નિયંત્રણ ગુમાવી દેવું


હાર્ટ ફેલ્યોરના લક્ષણો



  • હાંફ ચઢવી

  • ભૂખ ન લાગવી

  • વોમિટિંગ ફિલિગ થવી  

  • ઝડપી અથવા અનિયમિત ધબકારા

  • સતત ઉધરસ અથવા ગભરામણ થવી

  • કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો

  • સોજો અને શરીરમાં પાણી જમા થઇ જવું


Join Our Official Telegram Channel: 
https://t.me/abpasmitaofficial