Rajnikanth's Post On Har Ghar Tiranga Campaign: દેશ આ વર્ષે આપણી આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ ખાસ તકે બધા દેશભક્તિના રંગમાં ડૂબેલા દેખાઈ રહ્યા છે. આઝાદીના આ અમૃત મહોત્સવના અવસરે ભારત સરકારે હર ઘર તિરંગા કૈમ્પેનની શરુઆત કરી છે. બોલીવુડથી લઈને સાઉથ સુધીના ઘણી સેલીબ્રીટીઓ આ કેમ્પેનમાં ભાગ લઈ રહ્યા છે. હાલમાં જ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે પણ એક પોસ્ટ દ્વારા લોકોને ઘરની બહાર ભારતીય રાષ્ટ્રદ્વજ લગાવા માટે આગ્રહ કર્યો છે.


રજનીકાંતે શું આગ્રહ કર્યો?


રજનીકાંતે (Rajnikanth) આ સ્વતંત્રતા દિવસ પર લોકોને સ્વતંત્રતા સેનાનીઓ, શહિદો અને નેતાઓનું સન્માન કરવા અને તેમને સલામી આપવા માટે આગ્રહ કરતાં કહ્યું કે, 'લોકોએ 75મો સ્વતંત્રતા દિવસ ગર્વ સાથે ઉજવવો જોઈએ. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું કે, આ ભારતની આઝાદીનું 75મું વર્ષ છે. આપણી માતૃભૂમિ, આપણી એકતાની અભિવ્યક્તિના રુપે, એ બધા લાખો લોકો માટે જેમણે સંઘર્ષ અને દુઃખોનો સામનો કર્યો અને દર્દ સહન કર્યું એ બધા સ્વતંત્રતા સેનાનિઓ, શહીદો અને નેતાઓ માટે આવો આપણે તેમનું સન્માન અને કૃતજ્ઞતા સાથે સલામ  કરીએ. જાતિ, ધર્મ અને રાજનીતિથી પર રહીને આવો આપણે આપણા ભારતીય રાષ્ટ્રીય ધ્વજને આપણી આગળની પેઢીના બાળકો અને યુવાઓએ ગર્વ કરવા માટે આપીએ. આવો આપણે મહાન ભારતીય 75મા સ્વતંત્રતા દિવસને ગર્વ સાથે મનાવીએ. આપણા રાષ્ટ્રીય ધ્વજને દરેક જગ્યાએ ફરકાવા દઈએ કારણ કે આપણે તેને સલામ કરીએ છીએ. જય હિન્દ'






ક્યારથી શરુ થયું હર ઘર તિરંગા અભિયાનઃ


જાણકારી માટે જણાવીએ દઈએ કે, થોડા દિવસો પહેલાં પીએમ મોદીએ દેશવાસીઓને આગ્રહ કર્યો હતો કે, બધા લોકો પોતાના ઘરોમાં 13 થી 15 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તિરંગાનો પ્રોફાઈલ ફોટો પણ મુકે અને 15મી ઓગષ્ટ ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના અવસરે હર ઘર તિરંગા અભિયાનને એક જન આંદોલનમાં બદલી દે. પીએમ મોદીના નિવેદન મુજબ આ અભિયાન 13 ઓગષ્ટથી શરુ થયું છે.