Rakesh Jhunjhunwala: બોલીવુડ સાથે પણ રહ્યું છે શેરબજારના બિગબુલનું કનેકશન, આ ફિલ્મોમાં લગાવ્યા હતા રૂપિયા

Rakesh Jhunjhunwala: ઘણા લોકો નથી જાણતા કે કરોડોની સંપત્તિના માલિક રાકેશ ઝુનઝુનવાલા પણ વર્ષ 2012માં આ ઉદ્યોગમાં જોડાયા હતા. 2012માં રિલીઝ થયેલી 'ઈંગ્લિશ-વિંગ્લિશ' રાકેશ ઝુનઝુનવાલાએ પ્રોડ્યુસ કરી હતી

Continues below advertisement

Rakesh Jhunjhunwala: ભારતીય શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું આજે 62 વર્ષની વયે નિધન થયું છે. પીએમ મોદી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાકેશ ઝુનઝુનવાલા અંગે ઘણી વાતો જાણીતી છે પરંતુ તેઓ હંમેશા કહેતા હતા કે સસરા અને પિતાના પૈસાથી શેરબજારમાં રોકાણ ન કરો. રાકેશ ઝુનઝુનવાલાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, લોકો ઉછીના પૈસે શેરબજારમાં ટ્રડિંગ કરે છે. પરંતુ આવા લોકોને સલાહ છે કે તેઓ ખુદના પૈસા કમાઈને શેરબજારમાં ટ્રેડિંગ કરે, જેથી તેમને પૈસાનું મહત્વ સમજાય. તેમને એક કાર્યક્રમમાં સવાલ કરાયો કે નાના-મોટા રોકાણકારો તમારી સલાહ ધ્યાનથી સાંભળે છે, તેમને રોકાણની શું સલાહ આપશો ? તેના જવાબમાં તેમણે કહ્યું કે, કોઈ કોઈનું માનતું નથી. મે જૂન 2020માં કહ્યું હતું કે આ શેર લઈ લો... કોઈએ મારી ન માની...જો સાંભળી હોત તો માલામાલ થઈ ગયા હતો. તમે રાડો પાડતા રહો પણ સાંભળનારું કોઈ નથી. લોકો તેમનું ધાર્યુ જ કરે છે.

Continues below advertisement

ઝુનઝુનવાલાનું બોલિવૂડ કનેકશન

ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે એક સમયે ફિલ્મોમાં આવવું સામાન્ય વાત છે કારણ કે આ ચમકદાર ઇન્ડસ્ટ્રીમાં પૈસાની કોઈ કમી નથી.  ઘણા લોકો નથી જાણતા કે કરોડોની સંપત્તિના માલિક રાકેશ ઝુનઝુનવાલા પણ વર્ષ 2012માં આ ઉદ્યોગમાં જોડાયા હતા. 2012માં રિલીઝ થયેલી 'ઈંગ્લિશ-વિંગ્લિશ' રાકેશ ઝુનઝુનવાલાએ પ્રોડ્યુસ કરી હતી, જેમાં દિવંગત અભિનેત્રી શ્રીદેવી જોવા મળી હતી. 26 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે શાનદાર કામ કર્યું છે. આ ફિલ્મનું કુલ કલેક્શન 78.57 કરોડ છે.

આ બે ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી

'ઈંગ્લિશ-વિંગ્લિશ' પછી, રાકેશ ઝુનઝુનવાલાએ 'શમિતાબ' અને 'કી એન્ડ કા' નામની વધુ બે ફિલ્મો બનાવી. 'શમિતાભ'માં અમિતાભ બચ્ચન, ધનુષ અને અક્ષરા હાસને સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. તે જ સમયે, અર્જુન કપૂર અને કરીના કપૂરની જોડી 'કી અંક કા'માં જોવા મળી હતી. આ ફિલ્મ લગભગ 52 કરોડની કમાણી સાથે સેમી હિટ રહી હતી.

રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ

રાકેશ ઝુનઝુનવાલા શેરબજારમાં સૌથી મોટા રોકાણકારોમાંના એક હતા. જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તેણે શેરબજારમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયામાં પ્રવેશ મેળવ્યો. અહીંથી સ્નાતક થયા પછી જ તેણે શેરબજારમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું. ઝુનઝુનવાલાએ 1985માં 5,000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર 2018 સુધીમાં આ રોકાણ વધીને 11,000 કરોડ રૂપિયા થઈ ગયું હતું. જાણકારી અનુસાર, હાલમાં ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ 43.39 હજાર કરોડ રૂપિયા છે.

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 32 શેર

જૂન 2022ના ત્રિમાસિક ગાળા માટેના નવીનતમ શેરહોલ્ડિંગ મુજબ, રાકેશ ઝુનઝુનવાલાના સ્ટોક પોર્ટફોલિયોમાં હાલમાં 32 શેરનો સમાવેશ થાય છે. જેની વર્તમાન નેટવર્થ રૂ. 31,220.9 કરોડથી વધુ છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ પણ કહેવામાં આવે છે. મીડિયા અને રિટેલ રોકાણકારો તેના રોકાણ પર નજર રાખે છે. તેમના મનપસંદ શેરોમાં ફાઇનાન્સ, ટેક, રિટેલ અને ફાર્મા સેક્ટરના શેરોનો સમાવેશ થાય છે.

Continues below advertisement
Sponsored Links by Taboola