ઓરમેક્સ મીડિયાએ દર વખતની જેમ સૌથી લોકપ્રિય ટોપ 10 પુરુષ કલાકારોની યાદી બહાર પાડી છે. આ વખતે પણ આ યાદીમાં સાઉથના સ્ટાર્સનો દબદબો જોવા મળ્યો. જેમણે લોકપ્રિયતાની દ્રષ્ટિએ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને સલમાનને પાછળ છોડ્યા છે. ચાલો જોઈએ કે જુલાઈ મહિનાની આ યાદીમાં કોણ પ્રથમ સ્થાન પર રહ્યું અને કોણ ટોચના 10 સ્ટાર્સની યાદીમાં સામેલ થયું.
પ્રભાસે પ્રથમ સ્થાન મેળવ્યું
ઓરમેક્સ મીડિયાની આ યાદીમાં દક્ષિણ સિનેમાના બાહુબલી એટલે કે સુપરસ્ટાર પ્રભાસે પ્રથમ સ્થાન પર પ્રભુત્વ મેળવ્યું. બીજા સ્થાન પર દક્ષિણના અભિનેતા વિજયનો પણ કબજો હતો. આ યાદીમાં ત્રીજા સ્થાન પર બોલિવૂડના રોમાંસના કિંગ શાહરૂખ ખાનનો કબજો હતો. ચોથા સ્થાન પર અલ્લુ અર્જુનનો કબજો હતો. પાંચમા સ્થાન પર અજિત કુમાર હતો.
ટોપ 10 યાદીમાં ફક્ત બે બોલિવૂડ સ્ટાર્સનો સમાવેશ થયો છે
ઓરમેક્સ મીડિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ યાદી શેર કરી છે. અલ્લૂ અર્જૂન આ યાદીમાં ચોથા સ્થાન પર છે. દક્ષિણના રાજકુમાર મહેશા બાબુનું નામ યાદીમાં છઠ્ઠા સ્થાન પર હતું. જુનિયર એનટીઆર સાતમા સ્થાને છે અને રામ ચરણ આઠમા સ્થાને છે. બોલીવુડના દબંગ સલમાને પણ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ અભિનેતા નવમા સ્થાને જોવા મળ્યો હતો. યાદીમાં 10માં સ્થાને ફરી એકવાર દક્ષિણના અભિનેતા પવન કલ્યાણનું નામ આવ્યું. આશ્ચર્યજનક વાત એ છે કે આ વર્ષે ઘણી ફિલ્મો આપનાર અક્ષય આ યાદીમાં દસમા સ્થાને પણ આવ્યો નથી.
યૂઝર્સે કર્યો પ્રભાસને સપોર્ટ
યૂઝર્સ આ યાદી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પ્રભાસની પ્રશંસા કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું, 'પ્રભાસ હંમેશા...' બીજાએ કહ્યું, 'ફક્ત પ્રભાસ અન્ના' આ ઉપરાંત, એક યૂઝર્સે ટિપ્પણી કરી, 'ધનુષ વિજય કરતાં વધુ લાયક છે...'
સાઉથના સુપરસ્ટાર અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મ 'ફૌજી'નો લુક સોશિયલ મીડિયા પર લીક થયો છે. પ્રભાસે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મનું લગભગ અડધું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને આ દરમિયાન ફિલ્મનો તેનો લુક જાહેર થઈ ગયો છે. ચાહકો પ્રભાસની આ ફિલ્મને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. ફેન્સ આ ટોપ 10 યાદી બાદ સોશિયલ મીડિયામાં પ્રભાસના વખાણ કરી રહ્યા છે.