Vijay Deverakonda Brahmastra 2: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra) એ બૉક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આ ફિ્લમ હવે ઓટીટી પર ધમાલ મચાવી રહી છે. જોકે, પહેલા પણ આ ફિલ્મને લઇને દર્શકો બે ભાગમાં વહેંચાઇ ગયા હતા. 


હવે ઓટીટી રિલીઝ બાદ પણ કોઇ આ ફિલ્મને વધુ પસંદ કરી રહ્યાં છે, તો કોઇ આ ફિલ્મના ડાયલૉગ્સ અને વીજીએફએક્સની મજાક ઉડાવી રહ્યા છે. આ ફિલ્મના બીજા ભાગનુ પણ અપડેટ દર્શકોને ચોંકાવી રહ્યું છે. લોકો ઇન્તજાર કરી રહ્યાં છે. હવે ખબર આવી રહી છે, કે બીજા ભાગમાં રણવીર કે ઋત્વિક નહીં પરંતુ મેકર્સ સાઉથના સુપરસ્ટાર એક્ટર વિજય દેવરકોન્ડા (Vijay Deverakonda)ને બ્રહ્માસ્ત્ર 2 માટે એપ્રૉચ કરી રહ્યાં છે. 


શું બ્રહ્માસ્ત્ર 2માં દેખાશે વિજય દેવરકોન્ડા -
ઉલ્લેખનીય છે કે, બ્રહ્માસ્ત્ર 2ની ચર્ચા થઇ છે, ત્યારથી આ ફિલ્મના મુખ્ય રૉલ દેવને લઇને જબરદસ્ત સમાચારો સામે આવી રહ્યાં છે, પહેલા ખબર આવી હતી કે, દેવની ભૂમિકામાં ઋત્વિક રોશન દેખાશે. પછી રણવીર સિંહનુ નામ પણ ચર્ચામાં આવ્યુ, વળી, કેજીએફ સ્ટાર યશનુ નામ પણ અફવાઓમાં સામેલ થયુ હતુ. જોકે, અયાન મુખર્જી અને કરણ જોહરે ત્રણેય નામોને ફગાવી દીધા હતા. હવે રિપોર્ટ્સ છે કે વિજય દેવરકોન્ડાને પણ દેવના રૉલમાં એપ્રૉચ કરવામાં આવી રહી રહ્યો છે. જોકે ઇ-ટાઇમ્સના રિપોર્ટમાં આ વાતનુ ખંન કરવામાં આવ્યુ છે કે ફિલ્મ માટે મેકર્સે વિજયનો સંપર્ક નથી કર્યો.  


દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્મ બની Brahmastra!, વર્લ્ડ વાઈડ આટલા કરોડ કમાણી કરી
Brahmastra Becomes No.1 Hindi Movie! કોરોના વાયરસ મહામારી બાદ ખુલેલા થિયેટર્સમાં રિલીઝ થયેલી મોટા ભાગની બોલીવુડ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી. ત્યાર બાદ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ફિલ્મને સારી ઓપનિંગ મળ્યા બાદ બોક્સ ઓફિસ પર કમાણીનો આંકડો સતત વધતો રહ્યો હતો. ત્યારે હવે બ્રહ્માસ્ત્ર દુનિયાભરમાં કુલ 420 કરોડ રુપિયાની કમાણી કરી ચુકી છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, બ્રહ્માસ્ત્ર ફિલ્મ 2022ની નંબર વન લિસ્ટમાં પહોંચી ગઈ છે. 


સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બનીઃ
નવરાત્રીમાં આજે નવમીના દિવસે બ્રહ્માસ્ત્ર ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું છે. કે, બ્રહ્માસ્ત્ર વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. અયાને પોતાના ઈંસ્ટાગ્રામ પર બ્રહ્માસ્ત્રનું પોસ્ટર શેર કર્યું છે જેમાં રણબીર કપુર અગ્નિ અસ્ત્રમાં જોવા મળી રહ્યા છે. આ સાથે પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, 25 દિવસમાં ફિલ્મની કુલ વર્લ્ડ વાઈડ કમાણી 425 કરોડ થઈ ગઈ છે.


બજેટ કરતાં બ્રહ્માસ્ત્રની કમાણી વધી ગઈઃ-
ઉલ્લેખનીય છે કે, બ્રહ્માસ્ત્ર એક બિગ બજેટ ફિલ્મ છે અને તેને બનાવવા માટે ફિલ્મ નિર્માતાઓએ 410 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. આંકડામાં ફિલ્મના પ્રમોશનના ખર્ચનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે ફિલ્મની કુલ કમાણી આ આંકડાને પાર પહોંચી ગઈ છે જેથી ફિલ્મનો ખર્ચ કરતાં આવક વધી છે.