SRK Meet Aryan Khan: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) આજે તેમના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ને મળવા આર્થર રોડ જેલ (Arthur Road Jail) પહોંચ્યા છે. શાહરુખ સવારે 9.15 વાગ્યે આર્થર જેલ પહોંચ્યો અને મુલાકાતીઓની લાઇનમાંથી અંદર ગયા. આ પ્રથમ વખત છે જ્યારે શાહરુખ જેલમાં બંધ આર્યન ખાનને મળવા આવ્યા છે. અગાઉ તેણે આર્યન ખાન સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ અંદર જેલ પ્રશાસન સાથે પણ વાત કરી શકે છે.




નોંધનીય છે કે, આર્યન ખાનની ધરપકડના 15 દિવસ પછી શાહરૂખ ખાનને આજે પુત્રને મળવાની મંજૂરી મળી હતી. કારણ કે, કોરોના ગાઇડલાઇન પ્રમાણે અત્યાર સુધી કેદીને તેમના સંબંધીઓ અથવા વકીલ મળી શકતા નહોતા. આજે લાગુ થયેલી કોરોના ગાઇડલાઇન પ્રમાણે, આજથી જેલમાં બંધ કેદી અને જેમની ટ્રાયલ ચાલી રહી હોય તેવા કેદીઓને આર્થર રોડ જેલ પરિસરમાં તેમના સંબંધી કે વકીલ મળી શકશે. 




આમ, નવી ગાઇડ લાઇનમાં પરમિશન મળતાં શાહરૂખને પણ તેમના પુત્રને મળવાની મંજૂરી મળી છે. જેથી તેઓ પંદર દિવસ પછી આજે પુત્ર આર્યનને મળવા પહોંચ્યા હતા.  શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો ત્યારે મીડિયાની ભીડ હતી. મીડિયાએ પણ શાહરુખ ખાનને ઘણા સવાલો પૂછ્યા, પણ તે કંઈપણ બોલ્યા વગર સીધા જ પોતાના સુરક્ષા વર્તુળ સાથે અંદર ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખ આર્યન ખાનને લગભગ 15 મિનિટ સુધી મળ્યો હતો.





આર્યન ખાનની જામીન અરજી ગઈ કાલે ફગાવી દેવામાં આવી હતી



ગઈકાલે, મહાનગરની વિશેષ અદાલતે બુધવારે બપોરે આર્યન અને અન્ય બેના જામીન નામંજૂર કર્યા હતા. સ્પેશિયલ જજ વીવી પાટીલે આર્યન અને તેના બે મિત્રો અરબાઝ મર્ચન્ટ અને ફેશન મોડલ મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન નામંજૂર થયા બાદ તેના વકીલોએ નીચલી અદાલતના આદેશને પડકારતા તરત જ મુંબઈ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આર્યનની અરજી પર સુનાવણી હવે 26મી ઓક્ટોબરે થશે, તેમ તેમના વકીલે એએનઆઇને જણાવ્યું હતું. આર્યનના વકીલો આજે જસ્ટિસ એનડબલ્યુ સામ્બ્રેની સિંગલ બેન્ચ સમક્ષ અપીલ રજૂ કરે તેવી શક્યતા હતી.



જણાવી દઈએ કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને અન્ય આરોપીઓને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર એકમાં રાખવામાં આવ્યા હતા. બેરેક નંબર 1 કોરોના સમયગાળા દરમિયાન આઇસોલેશન વોર્ડ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે પણ નવો કેદી જેલમાં આવે છે, ત્યારે તેને 1 અઠવાડિયા માટે આઇસોલેશન વોર્ડ એટલે કે બેરેક નંબર એકમાં રાખવામાં આવે છે. આર્યન ખાન સહિત તમામ આરોપીઓને એકબીજાથી અલગ અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.