ફ્લાઈટમાં જતા પહેલા સ્ટાફે Ameesha Patel ને આપ્યું Surprise, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Dec 2020 09:31 PM (IST)
બોલીવૂડ અભિનેત્રી અમીષા પટેલે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ કહોના પ્યાર હૈથી કરી હતી. અમિષા આ ફિલ્મમાં ઋતિક રોશન સાથે જોવા મળી હતી.
બોલીવૂડ અભિનેત્રી અમીષા પટેલે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ કહોના પ્યાર હૈથી કરી હતી. અમિષા આ ફિલ્મમાં ઋતિક રોશન સાથે જોવા મળી હતી. આ ફિલ્મે અમીષાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. હાલમાં જ અમીષાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો અને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં અમીષાની ફિલ્મમાં ગીત પણ સાંભળવા મળી રહ્યું છે. અભિનેત્રી અમિષા પટેલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખૂબ ખુશ જોવા મળી રહી છે, જો કે તેની આંખમાં ઝળઝળીયા પણ આવી ગયા છે. હકકીતમાં બન્યુ છે એવુ કે એરલાઈન્સ સ્ટાફે અમીષા પટેલના ફ્લાઈટમાં જતા પહેલા તેના જ ગીત કહોના પ્યાર હૈં પર ડાંસ કર્યો હતો. જેને જોઈને અમીષાની આંખો ભરાઈ આવી હતી. અમીષાએ એરલાઈન્સ સ્ટાફનું પરફોર્મેંસ જોઈને પોતાના રડતા રોકી શકી નહોતી. બાદમાં તે ઉઠી અને સ્ટાફ સાથે ડાન્સ કરવા લાગી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કહોના પ્યાર હૈ ગીત પર સ્ટાફને ડાન્સ કરતા જોઈ તે પોતાને રોકી ન શકી અને ડાન્સ શરૂ કર્યો હતો. તેને જોઈ સ્ટાફ પણ ખુશ થયો હતો. અમીષા પટેલની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર હિટ સાબિત થઈ હતી.