ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં બન્ને સગાઇની ઉજવણી દરમિયાન પરિવારજનો સાથે કેક કટિંગ કરતાં દેખાઇ રહ્યાં છે.
વીડિયો પ્રમાણે ધનાશ્રી વર્મા અને ચહલ સૌથી પહેલા કેક કાપે છે, પછી તે એકબીજાને કેક ખવાડાવતા દેખાઇ રહ્યાં છે. બન્નેએ એન્ગેજમેન્ટ સેરેમનીની ચીપ કલરની થીમ આપેલી છે, સાથે ડ્રેસ પણ પીચ કલરનો પહેરેલો છે. યુજવેન્દ્ર ચહલે પણ પીચ કલરની શેરવાની પહેરેલી છે.
ઉલ્લેખનીય છે કે, યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માએ લૉકડાઉન દરમિયાન ઓગસ્ટ મહિનામાં સગાઇ કરી લીધી હતી. બન્નેની સગાઇની તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી.