Stree 2: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરે તેમની આગામી હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા કપૂર સાથેની એક તસવીર શેર કરીને આ અંગેની માહિતી આપી છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2018માં રિલીઝ થયો હતો. 27 જૂને રાજકુમાર રાવે પોતાના ફેન્સને એક ખાસ સરપ્રાઈઝ આપ્યું હતું. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કો-સ્ટાર શ્રદ્ધા સાથેની એક તસવીર શેર કરતાં તેણે જણાવ્યું કે તેણે સ્ત્રી 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે.






રાજકુમાર રાવ- શ્રદ્ધા કપૂરે શરૂ કર્યું ફિલ્મ Stree 2નું શૂટિંગ


રાજકુમારે પોતાની તસવીર સાથે લખ્યું- " શું થશે જ્યારે ફરી મળશે સ્ત્રી અને પુરૂષ?" તસવીરમાં રાજકુમાર કાળા શર્ટમાં છે અને હોઠ પર આંગળી રાખી છે જ્યારે શ્રદ્ધા કપૂર ગુલાબી રંગના બાંધણી સૂટમાં જોવા મળે છે. તસવીરમાં તેનો દુપટ્ટો દેખાઈ રહ્યો છે. તેણે લાઇટ મેકઅપ કર્યો છે. આ ઉપરાંત કાળી બિંદી તેના પર ખૂબ જ સરસ લાગી રહી છે.






તસવીર પર ચાહકોની પ્રતિક્રિયા


રાજકુમાર અને શ્રદ્ધાની આ તસવીર પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ઓ સ્ત્રી, જલ્દી આવ. અન્ય એક યુઝરે લખ્યું- આજે જ સ્ત્રી 2 વિશે વિચારી રહી હતી અને આજે જ જાણવા મળ્યું. જો બીજું કૈંક માંગ્યું હોત તો તે પણ આજે મળી જાત.


ફિલ્મ સ્ત્રી 2 ક્યારે રિલીઝ થશે?


12 એપ્રિલના રોજ ફિલ્મની સમગ્ર કાસ્ટ અને કેટલાક ક્રૂ મેમ્બર્સ Jio સ્ટુડિયોની Infinite Together ઇવેન્ટમાં હાજરી આપી હતી.  જ્યાં ટીમે જાહેરાત કરી હતી કે ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ 31 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ મહત્વની ભૂમિકામાં છે.