સુશાંત કેસ મામલે અભિનેત્રીએ પહેલીવાર ટ્વીટ કર્યુ છે, તેને સોમવારે સાંજે પોતાના ટ્વીટર પર લખ્યું - શું સીબીઆઇએ મહેશ ભટ્ટને પુછપરછ માટે બોલાવ્યા છે? જ્યારે 8 જૂને રિયાએ સુશાંતને છોડ્યો હતો, ત્યારે તે એડમન્ટ (બીજાનુ દિમાગ બદલવુ) કેમ હતા?
તાજેતરમાં જ રિયા અને મહેશ ભટ્ટની વચ્ચે એક વૉટ્સએપ વાતચીતનો સ્ક્રીનશૉટ લીક થયો હતો, જ્યાં રિયાએ કથિત રીતે ફિલ્મ નિર્માતાને 8 જૂને સૂચિત કર્યુ હતુ કે તે સુશાંતના ઘરથી જઇ રહી છે. રિયાએ ગયા અઠવાડિયે એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં ભટ્ને પોતાના પિતા જેવા બતાવ્યા હતા, જ્યારે રિયાની સાથે તેની વૉટ્સએપ ચેટ લીક થઇ, ત્યારથી ભટ્ટને સોશ્યલ મીડિયા પર ગંભીર રીતે ટ્રૉલિંગનો સામનો કરવો પડ્યો છે.
જૂનમાં સુશાંતના નિધન બાદથી મહેશ ભટ્ટને કથિત રીતે નેપૉટિઝમ માટે સોશ્યલ મીડિયા પર ટ્રૉલ અને મીમ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. સુશાંતના પરિવારજનોએ પણ રિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે.