Gadar-2 First Look : સની દેઓલની અપકમિંગ ફિલ્મ 'ગદર-2'ની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે ચાહકનો આ ઈંતેજાર પુરો થવા જઈ રહ્યો છે. ગરફ-2 આ વર્ષે જ રીલિઝ થવા જઈ રહી છે. સની દેઓલ અને અમિષા પટેલ અભિનિત ફિલ્મ ગરદ-2નો ફર્સ્ટ લિક સામે આવ્યો છે. જે લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. 


સામે આવેલા ફર્સ્ટ લુકમાં સની દેઓલ બળદ ગાડાનું પૈડુ ઉપાડીને દુશ્મનો સામે લડતા જોઇ શકાય છે. ગદરમાં સની દેઓએ હેડપંપ ઉખાડ્યો હતો. આ સીન ખુબ જ જાણીતો બન્યો હતો. જાહેર છે કે, બોલીવુડના સૌથી મોટા એક્શન સ્ટાર્સમાના એક સની દેઓલનો એક્શન અંદાજ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવતો રહ્યો છે.


નવા વર્ષ એટલે કે 2023ની પોતાની તે ફિલ્મોનો એક લાઇનઅપ વીડિયો શેર કર્યો હતો, જે રિલિઝ થવા જઇ રહી છે. આ વીડિયોમાં સલમાન ખાન સ્ટારર 'કિસી કા ભાઇ કિસી કી જાન'થી લઇને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર 'હડ્ડી', મલ્ટી સ્ટારર 'બાપ' અને સની દેઓલ સ્ટારર 'ગદર 2' સહિત ઘણી ફિલ્મોની ઝલક બતાવવામાં આવી છે. 50 સેકેન્ડના આ વીડિયોમાં સૌથી વધુ સરપ્રાઇઝિંગ સની દેઓલનો 'ગદર 2' લુક જ રહ્યો છે. જે સૌથી છેલ્લે 43 સેકેન્ડ પર જોવા મળી રહ્યો છે.


ઇન્ટરનેટ યુઝર્સ કરી કોમેન્ટ્સ


'ગદર 2'માં સની દેઓલનો આ અંદાજ જોઇને દર્શકોનો ફિલ્મને લઈને રોમાંચ વધી ગયો છે. ચાહકો વીડિયોના કોમેન્ટ બોક્સમાં પોતાના રિએક્શન્સ આપી રહ્યાં છે. એક ઇન્ટરનેટ યુઝરે લખ્યું, છેલ્લી ઝલક 'ગદર 2'ની છે. રૂંવાટા ઉભા થઇ ગયા. તો અન્ય એક અન્ય યુઝરે લખ્યું હતું કે, ગદ-2ના આપણા તારા પાજી માટે સુપર ગૂઝબંપ્સ. અન્ય યુઝરે હાર્ટ ઇમોજી શેર કરતા લખ્યું હતું - માત્ર 'ગદર-2' માટે. એક યુઝરે કહ્યું હતું કે- ગદર-2ની રાહ જોઇ રહ્યો છું.
22 વર્ષ બાદ આવી રહી છે 'ગદર'ની સીક્વલ


'ગદર 2' 2001માં રીલીઝ થયેલી ફિલ્મ 'ગદર : એક પ્રેમ કથા'ની સીક્વલ છે. જે 22 વર્ષ બાદ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. પહેલા પાર્ટની માફ્ક અનિલ શર્માએ બીજો પાર્ટ પણ ડાયરેક્ટ કર્યો છે. તેવી જ રીતે અમીષા પટેલ આ વખતે પણ ફિલ્મનો ભાગ છે. 'ગદર'માં સની દેઓલનો પાકિસ્તાનમાં હેડપંપ ઉખાડીને દુશ્મનો સામે લડતો હોવાનો દર્શાવવામાં આવ્યો હતો. આ સીને ભારે ચર્ચા જગાવી હતી. આ સીન પર આજે પણ વખતો વખત મીમ બનતા રહે છે.


વર્ષ2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદર સુપરડુપર હિટ રહી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન આશરે 76.88 કરોડ રૂપિયા હતુ. આ ફિલ્મ સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે આ ફિલ્મનો બીજો ભાગ આવવા જઈ રહ્યો છે.