મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી સની લિયોની ઘરમાં રહીને પણ પોતાના ફેન્સની સાથે કંઇકને કંઇક નવુ કરતી રહે છે. સનીએ હવે પોતાના ફેવરિટ ડાન્સ સ્ટેપ બતાવીને ફેન્સની સાથે કનેક્ટ થઇ છે. સની લિયોનીને ખાસ કરીને સિગ્નેચર ડાન્સ સ્ટેપ બહુ પસંદ છે.

સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ સ્ટેપ અને મૂવ બતાવ્યા છે, જેમાં ચપાતી, બેલન અને જલેબી સામેલ છે.



સનીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના દરેક ડાન્સ સ્ટેપ વિશે સમજાવી રહી છે. વીડિયો શેર કરતાં અભિનેત્રીએ લખ્યુ- મારા સિગ્નેચર ડાન્સ મૂવ્સ, શું તમે આને કરી શકો છો? મારા મૂવ્સને કૉપી કરો અને હેશટેગલૉક્અપવિદસની અને એટસનીલિયોની પર ટેગ કરો, જેથી હુ તેને જોઇ શકું. બેસ્ટ મૂવ્ઝ એટલૉક્ડઅપવિદસની એકાઉન્ટ પર શેર કરવામાં આવશે. હેશટેગસનીલિયોની.



ફેન્સે પણ સનીની આ અપીલને સ્વીકારી છે, અને કેટલીક કૉમેન્ટ એવી પણ આવી છે જેમાં ફેન્સે લખ્યું છે હું તમને પ્રેમ કરુ છુ, અને તને પ્યાર સની. કેટલાકે સની માટે રેડ હાર્ટ અને ફાયર ઇમોજી પણ શેર કરી છે.