મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આ કેસને લઇને દરેક બાજુ ચર્ચા થઇ રહી છે. વળી દરરોજ આ કેસમાં નવા નવા ખુલાસો થઇ રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે સુશાંતની બૉડીને હૉસ્પીટલ સુધી પહોંચાડનારા એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સુ્ત્રો અનુસાર સુશાંતની બૉડીને જે એમ્બ્યૂલન્સમાં હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, તેના ડ્રાઇવરે કહ્યું કે, સુશાંતનુ મોત સુસાઇડ નહતુ. તેની બૉડીમાં કોઇ પણ ઝેર ન હતુ, સુશાંતે જો જાતે જ ફાંસી લગાવી તો તેના પગ કેમ તુટી ગયા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે કહ્યું કે, રાતના સમયે પૉસ્ટમૉર્મ રૂમમાં લાઇટ ડીમ રહે છે, અને દિવસના સમયે લાઇટ બરાબર હોય છે. મને નથી ખબર કે પૉસ્ટમૉર્મ રૂમમં અંદર શુ થયુ, પણ હુ એ જાણુ છુ કે સુશાંત સિંહ રાજપૂતનુ મોત સુસાઇડ નહીં મર્ડર છે.
સુત્રો અનુસાર, તાજેતરમાં જ AIIMSની ફૉરેન્સિક ટીમે સુશાંતના મોત મામલામાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે. સુશાંતની વિસરા રિપોર્ટમાં કોઇ ઝેર સામે નથી આવ્યુ. ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા સુશાંતના પિતા કેકે સિંહે દાવો કર્યો કર્યો હતો કે સુશાંતને એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ ઝેર આપીને માર્યો છે. વળી, સીબીઆઇએ થોડાક સમય પહેલા ફૉરેન્સિક તપાસ માટે દિલ્હીની એઇમ્સ હૉસ્પીટલના ત્રણ સભ્યોની ડૉક્ટરોની એક સ્પેશ્યલ ટીમને મુંબઇ સુશાંતના ઘરે બોલાવી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
સુશાંત કેસમાં એમ્બ્યૂલન્સ ડ્રાઇવરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'સુસાઇડ નથી મર્ડર છે, ફાંસીથી પગ કેવી રીતે તુટે?'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2020 04:46 PM (IST)
સુ્ત્રો અનુસાર સુશાંતની બૉડીને જે એમ્બ્યૂલન્સમાં હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, તેના ડ્રાઇવરે કહ્યું કે, સુશાંતનુ મોત સુસાઇડ નહતુ. તેની બૉડીમાં કોઇ પણ ઝેર ન હતુ, સુશાંતે જો જાતે જ ફાંસી લગાવી તો તેના પગ કેમ તુટી ગયા?
- - - - - - - - - Advertisement - - - - - - - - -