મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ત્રણ કેન્દ્રીય એજન્સીઓ ઇડી, સીબીઆઇ અને એનસીબી તપાસ ચલાવી રહી છે. આ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ગુરુવારે આ મામલે સીબીઆઇએ બંટી સજદેહ નામમા એક શખ્સને પુછપરછ માટે બોલાવ્યો હતો.

સુત્રો અનુસાર, બંટી સજદેહનુ કનેક્શન ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા સાથે છે. બંટી સજદેહ રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહનો કઝિન છે, એટલે રોહિત શર્માનો સાળો થાય છે, અને કોર્નસ્ટૉન સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ કંપનીનો સીઇઓ છે. જેના કારણે આ મામલે તેની સીબીઆઇ પુછપરછ થઇ હતી. આ ઉપરાંત બંટી સજદેહ બૉલીવુડ અભિનેતા સુહૈલ ખાનનો પણ સાળો છે. બંટી સજદેહ જે કંપનીનો સીઇઓ છે તે કોર્નસ્ટૉન કંપનીમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને દિશા સાલિયાન પણ કામ કરતી હતી.



લોકપ્રિય ક્રિકેટર રોહિત શર્માએ રીતિકા સજદેહ સાથે લગ્ન કર્યા છે, બંટી સજદેહ અને રીતિકા સજદેહ બન્ને કાકા-બાપાના ભાઇ બહેન છે. તેમની બીજી બહેન સીમાના લગ્ન અભિનેતા અને નિર્દેશક સોહેલ ખાન સાથે થયા છે, જે સુપરસ્ટાર સલમાન ખાનનો સૌથી નાનો ભાઇ છે.

સીબીઆઇ અધિકારીઓ અનુસાર બંટી સજદેહ ગુરુવારે પોતાનુ નિવેદન નોંધાવવા માટે સીબીઆઇ સામે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં હાજર થયો હતો. સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે એજન્સી જાણવા માગે છે કે શ્રુતિ મોદી અને દિશા સાલિયાને સુશાંતનુ એકાઉન્ટ ક્યા સુધી સંભાળ્યુ હતુ. એજન્સી હજુ પણ બંટી સજદેહની પુછપરછ કરી શકે છે.