મુંબઇઃ દુનિયાનો સૌથી પૉપ્યૂલર શૉ મેન વર્સીસ વાઇલ્ડમાં બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર બેયર ગ્રિલ્સની સાથે ધમાલ મચાવવાનો છે. અક્ષય કુમારે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બેયર ગ્રિલ્સની સાથે એડવેન્ચર્સ અને મસ્તી કરતો દેખાઇ રહ્યો છે.

આ વીડિયો શેર કરતા અભિનેતા અક્ષય કુમારે લખ્યું- ઘણી મુશ્કેલીઓ અને પડકારોની વચ્ચે બેયર ગ્રિલ્સે તેને હાથી પૉપ ચા પીવડાવી. આની સાથે બન્ને કેટલાક ખતરનાક સ્ટન્ટ કરતાં દેખાયા.

અક્ષય કુમારે આ શૉનો પ્રૉમો શેર કરતા લખ્યું- મને ખબર હતી કે બેયર ગ્રિલ્સની સાથે વાઇલ્ડ થતા પહેલા મોટા પડકારો આવશે. પરંતુ બેયર ગ્રિલ્સે મને હાથી પૉપ ચાની સાથે પુરેપુરી રીતે હેરાન કરી દીધો. શું દિવસ હતો. આ પ્રૉમોની શરૂઆત એક ગાઢ જંગલથી થાય છે, અક્ષય કુમાર એક હેલિકૉપ્ટર પર ઉભેલો દેખાય છે, આની સાથે તે એક નદીમાં તરતો દેખાઇ રહ્યો છે.



અક્ષય કુમારની સાથે સાથે બેયર ગ્રિલ્સ પણ એક ટ્રકની પીછળ લટકે છે, અને ચાલતા ટ્રક પરથી ઉતર્યા બાદ બેયર તેને હાથી પૉપ ચા પીવડાવે છે. પંરતુ બેયર ખુદ પોતાની ચા ફેંકી દે છે. આ ગાઢ જંગલમાં અક્ષય કુમાર અને બેયર જબરદસ્ત એડવેન્ચર્સ કરતા દેખાઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર આ શૉમાં ભાગ લઇ રહ્યો છે, પરંતુ આ પહેલા સુપરસ્ટાર રજનીકાંત અને પીએમ મોદી પણ આનો ભાગ બની ચૂક્યા છે.