મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં વધુ એક એક્ટ્રેસની પોલીસે પુછપરછ કરી છે. આત્મહત્યાનો મામલો વધુ ગુંચવાતો જાય છે, પોલીસે અત્યાર સુધી 28 લોકોના નિવેદનો નોંધ્યા છે, પોલીસ સુશાંત સાથે સંકળાયેલા લોકોની સતત પુછપરછ કરી રહી છે.

હવે આ ક્રમમાં પોલીસે સુશાંતની દિલ બેચારા ફિલ્મના સહ કલાકાર અભિનેત્રી સંજના સંઘીનુ નિવેદન નોંધ્યુ છે. પોલીસે સંજના સંઘીને પોલીસ સ્ટેશન બોલાવીને લગભગ 9 કલાક સુધી પુછપરછ કરી હતી, અભિનેત્રી સવારે લગભગ 11 વાગે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સાંજે 8 વાગે ત્યાંથી નીકળી હતી.

આ દરમિયાન અભિનેત્રી સંજના સંઘીની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા, જેમાં તે પરેશાન દેખાઇ રહી હતી.



સંજનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે પોતાની કારમાંથી ઉતરીને પોલીસ સ્ટેશનની અંદર જતી દેખાઇ રહી છે. જોકે પોતાના ચહેરા પર માસ્ક પહેરેલુ હોવાથી તેનો ચહેરો સ્પષ્ટ નથી દેખાઇ રહ્યો.



સંજના અને સુશાંતે દિલ બેચારા ફિલ્મમાં કામ કર્યુ હતુ, આ સુશાંતની છેલ્લી ફિલ્મ હતી. ફિલ્મ હજુ રિલીઝ નથી થઇ, અને આને 24 જુલાઇએ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની છે. દિલ બેચારાને મુકેશ છાબડાએ ડાયરેક્ટ કરી છે, જે ઇન્ડસ્ટ્રીના જાણીતા કાસ્ટિંગ ડાયરેક્ટર છે.