સુશાંત સિંહ પર આ એક્ટ્રેસના સેક્સ્યુઅલ હેરરેસમેન્ટનો આક્ષેપ થતાં હતો તણાવમાં? જાણો રીયા ચક્રવર્તીએ કોની સામે કર્યો આક્ષેપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Aug 2020 10:54 AM (IST)
રિયા ચક્રવર્તીએ કહ્યું કે, સુશાંત સિંહનુ માનવુ હતુ કે તેના પર લગાવવામાં આવેલા મીટૂ આરોપો પર કોઇનો હાથ હતો, અને તે આ વાતને ઝડપથી ફેલાવી રહ્યાં હતા
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કેટલાક મોટા ખુલાસા કર્યા છે. આમાં સુશાંતના માનસિક તણાવને લઇને પણ મોટો ખુલાસો કર્યા છે, રિયાએ કહ્યું કે, સુશાંત પર મીટૂના આરોપો લાગ્યા હતા, જેના કારણે તે માનસિક તણાવમાં હતો. ઉલ્લેખનીય છે કે, હાલ સીબીઆઇ, ઇડી અને એનસીબી કેસની તપાસ કરી રહી છે. રિયાએ ચક્રવર્તીએ ન્યૂઝ ચેનલ આજતકને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓને ઉજાગર કર્યા હતા. આમાં સેક્યૂઅલ હેરેસમેન્ટ અને મીટૂ પણ સામેલ હતા. રિયાએ કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત મીટૂ મૂવમેન્ટ દરમિયાન લગાવવામાં આવેલા આરોપથી પરેશાન હતો, વર્ષ 2018માં આવેલા કેટલાક સમચારો અનુસાર સુશાંત સિંહે ફિલ્મ દિલ બેચારાના શૂટિંગ દરમિયાન સંજના સાંધી સાથે દુર્વ્યવહાર કર્યો હતો, સુશાંત પર સેક્યુઅલ હેરેસમેન્ટનો આરોપો લાગ્યા હતા. જોકે, બાદમાં સંજના સાંધીએ આ વાતને નકારી દીધી હતી. પરંતુ આ કારણે સુશાંત ખુબ પરેશાન અને માનસિક તણાવમાં હતો. રિયા ચક્રવર્તીએ કહ્યું કે, સુશાંત સિંહનુ માનવુ હતુ કે તેના પર લગાવવામાં આવેલા મીટૂ આરોપો પર કોઇનો હાથ હતો, અને તે આ વાતને ઝડપથી ફેલાવી રહ્યાં હતા.