મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે.


એનસીબીએ રિયા સાથે રવિવારે છ કલાકની અને સોમવારે આઠ કલાકની પુછપરછ કરી હતી. આ દરમિયાન એનસીબીએ તેના નાના ભાઇ શૌવિક ચક્રવર્તી (24), રાજપૂતના હાઉસ મેનેજર સેમ્યૂઅલ મિરાંડા (33) અને સુશાંતના પ્રાઇવેટ સ્ટાફ સભ્ય દીપેશ સાવંતનો આમનો સામનો કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સીને મોબાઇલ ફોન ચેટ રેકોર્ડ અને અન્ય ઇલેક્ટ્રૉનિક ડેટા મળ્યા હતા, જેમાં પ્રતિબંધિત માદક પદાર્થની ખરીદીમાં આ લોકોની સંલિપ્તતા સામે આવી હતી. એનસીબીએ છેલ્લા કેટલાક દિવસોથી મામલાની તપાસ દરમિયાન આ ત્રણેયની ધરપકડ કરી છે.
આ પહેલા એનસીબીની પુછપરછમાં રિયાએ કબુલ્યુ હતુ કે સુશાંતની સાથે તે પણ ડ્રગ્સ લેતી હતી. આ પહેલા રિયાએ ડ્રગ્સ લેવાનો ઇનકાર કરી દીધો હતો. પણ જ્યારે તેનો સામનો શૌવિક સાથે કરાવ્યો ત્યારે રડવા લાગી અને તેને ખુદ કબુલ્યુ કે તે ડ્રગ્સ લેતી હતી. રિયાએ સુશાંત માટે ડ્રગ્સ અને તેની કંપનીને પણ મોટો ખુલાસો કર્યો.

એનસીબીની પુછપરછ દરમિયાન રિયાએ કહ્યું કે, સુશાંતના મોત બાદ તેને ક્યારેય ડ્રગ્સ નથી લીધુ. હું સુશાંતને બહુ જ પ્રેમ કરતી હતી. સુશાંત પહેલાથી જ ડ્રગ્સ લઇ રહ્યો હતો, તે ડ્રગ્સ ક્યાંથી મંગાવતો હતો તે તેને નથી ખબર. લૉકડાઉન દરમિયાન સુશાંતના ડીલર પાસેથી સુશાંતને ડ્રગ્સ ન હતુ મળી રહ્યો, એટલા માટે તે સમયે શૌવિકે ડ્રગ્સ મંગાવવાનુ શરૂ કર્યુ હતુ. કેટલીકવાર સુશાંત, રિયા અને શૌવિકે એક સાથે પણ ડ્રગ્સ લીધો હતો.

પુછપરછમાં રિયાએ ડ્રગ્સ કનેક્શનને લઇને બૉલીવુડના કેટલાક નામોનો પણ ખુલાસો કર્યો છે. એનસીબી બહુ જલ્દી બૉલીવુડના આ લોકોને સમન્સ મોકલીને પુછપરછ માટે બોલાવી શકે છે. એનસીબીએ જ્યારે રિયાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે તેના ઘરેથી કેટલાક ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસ મળ્યા હતા. તેને ફૉરેન્સિક તપાસમાં બહાર આવ્યુ છે કે વર્ષ 2017, 2018, 2019માં રિયાની ડ્રગ્સ કંપની ખુબ એક્ટિવ હતી. આ ડ્રગ્સ કંપનીના કેટલાક રાજ એનસીબીની સામે આવ્યા છે. ટેબલેટમાંથી એનસીબીને તમામ વીડિયો અને તસવીરો મળી છે, જેમાં બૉલીવુડના કેટલાય ચહેરા દેખાઇ રહ્યાં છે.