મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શની તપાસ કરી રહેલી એનસીબી આજે સતત બીજા દિવસે રિયા ચક્રવર્તીની પુછપરછ કરી રહી છે. આ મામલે એનસીબીએ રવિવારે રિયાને 15 થી 20 સવાલો કર્યા હતા. જોકે રિયાએ વારંવાર રડવા અન ભાઇ શૌવિક ચક્રવર્તીને મળવા પર પણ રડવાના કારણે એનસીબી વધુ પુછપરછ ન હતી કરી શકી. આ જ કારણ છે કે આજે ફરીથી કલાકોથી રિયા એનસીબીના સવાલોના જવાબો આપી રહી છે.

રિયાએ કહ્યું કે, તેને ક્યારેય ડ્રગ્સ કે buds નથી લીધુ. તેને કબૂલ કર્યુ કે તે જ્યારે પણ દિપેસને ડ્રગ્સ માટે ફોન કરતી હતી, તો તે સુશાંત માટે જ કરતી હતી. સુશાંતને budsની જરૂર પડતી હતી, અને તે ડ્રગ્સ સુશાંત અને તેના મિત્રો માટે હતો. રિયાએ કહ્યું કે સુશાંત અને સુશાંતના બેસ્ટ ફ્રેન્ડ્સ માટે ડ્રગ્સ આવતો હતો.

એનસીબીની સામે રિયાએ કહ્યું કે, તે માત્ર સિગારેટ અને ડ્રિંક્સનુ જ સેવન કરતી હતી, રિયાએ જણાવ્યુ કે શૌવિકના મારફતે બાસિત પરિહાર 5 વાર મળ્યો હતો. બાસિત, શૌવિકને મળવા ઘરે આવ્યા કરતો હતો. સેમ્યૂઅલ મિરાંડા સાથે આમનો સામનો કરીને કરાયેલા સવાલો પર રિયાએ ખુદને ડ્રગ્સ લેવાથી ઇનકાર કરી દીધો. રિયાએ જણાવ્યુ કે, સેમ્યુઅલ જે પણ buds લાવ્યો હતો તે સુશાંત માટે હતો.