મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ તપાસ સોંપાયા બાદ શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે મીડિયા સામે હાજર રહ્યાં. સંજય રાઉતે કહ્યું કે, મુંબઇ પોલીસે કેસની યોગ્ય રીતે તપાસ કરી છે, રાજીનામાની વાત ના કરવી જોઇએ. રાઉતે કહ્યું કે, રાજીનામાની વાત નીકળશે તો દિલ્હી સુધી જશે.


સંજય રાઉતે કહ્યું- મહારાષ્ટ્ર એ રાજ્ય છે, જ્યાં હંમેશા કાયદાની વ્યવસ્થા છે. જ્યાં સત્ય અને ન્યાયની જીત થાય છે. આ મહારાષ્ટ્ર સરકારની પરંપરા છે. સુપ્રીમ કોર્ટ આ નિર્ણય લીધો છે તો રાજકીય વાત કરવી યોગ્ય નથી. રાજીનામાની વાત કરવી રાજ્યની ગરિમા વિરુદ્ધ છે. અમારી શાસન વ્યવસ્થા હંમેશા ઉમદા રહી છે. આ મામલે રાજનીતિ ચાલતી રહે છે પરંતુ હવે સુપ્રીમ કોર્ટ પોતાના ફેંસલો આપ્યો છે તો આ વાતો બંધ થવી જોઇએ.

જ્યારે આદિત્ય ઠાકરે વિશે સંજય રાઉતને પુછવામાં આવ્યુ તો તેમનો રંગ બદલાઇ ગયો. તેમને કહ્યું કે, નિવેદનમાં કહ્યું કે વાત નીકળશે તો પછી દુર સુધી જશે. આ સુપ્રીમ કોર્ટનો ફેંસલો છે, આને રાજનીતિનો રંગ ના આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ હવે સીબીઆઇ કરશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇને યોગ્ય ઠેરવી છે. ફેંસલો સંભળાવતા કોર્ટે કહ્યું કે બિહાર પોલીસની એફઆઇઆર યોગ્ય છે. મહારાષ્ટ્ર સરકારે આદેશનુ પાલન કરવુ પડશે.