સિદ્ધાર્થ પિઠાણીએ તે વાત પરથી પડદો ઉઠાવ્યો છે, જેમાં સુશાંતના મોતના એક દિવસ પહેલા એટલે કે 13 જૂને શું શુ થયુ હતુ.
સુત્રો અનુસાર, સિદ્ધાર્થ પિઠાણીએ સીબીઆઇને જણાવ્યુ કે, 13 જૂને સુશાંત સિંહ રાજપૂતને કેટલાક બિલ ચૂકવવાના હતા, જેને તેને પોતાના મોબાઇલ ફોન પરથી ચૂકવ્યા હતા. આમાં સિદ્ધાર્થે તેની મદદ કરી હતી. ત્યારબાદ સુશાંતે મેંગો શેક પીધો પરંતુ ડિનર ના કર્યું. વળી સિદ્ધાર્થ પિઠાણીએ એ પણ જણાવ્યુ કે, 12 જૂને સુશાંતની મોટી બહેન મીતૂ દીદી પણ પોતાના ઘરે પાછી ચાલી ગઇ હતી. તેને કહ્યું કે પોતાની દીકરીની બહુજ યાદ આવી રહી છે, અને પછી તેની બહેન સુશાંતને એકલો છોડીને ચાલી ગઇ હતી.
રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ પિઠાણીએ પોતાના નિવેદનમાં કહ્યું કે 10 જૂને સુશાંતે તેને હાર્ડ ડિસ્કમાંથી પોતાના બધા વીડિયો અને ડેટાને હટાવવાનુ કહ્યું હતુ. આ ઉપરાંત સિદ્ધાર્થ પિઠાણીએ દાવો કર્યો કે સુશાંતને કહેવા પર જ તેને હાર્ડ ડ્રાઇવમાંથી ગીતો અને વીડિયોને હટાવ્યા હતા.
સીબીઆઇ સુશાંત કેસ સાથે જોડાયેલા તમામ લોકોની વારાફરથી પુછપરછ કરી રહી છે, જેમાં સુશાંતનો રૂમમેટ સિદ્ધાર્થ પિઠાણી પણ સામેલ છે.