મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે સતત ન્યાયની માંગ કરી હતી. કંગનાએ સુશાંત કેસમાં બૉલીવુડ માફિયાઓ સામે સીધો મોરચો ખોલ્યો હતો, અને તે સુશાંતના પિતાને સુશાંત કેસમાં ન્યાય મળે તે માટે સપોર્ટ કરી રહી હતી. જોકે, હવે સુશાંતના પિતા કેકે સિંહના વકીલે કંગના પર જ નિશાન સાધ્યું છે.

સુશાંતના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, કંગના ના તો સુશાંતની પ્રતિનિધિ છે, અને ના દોસ્ત. તે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ સામે લડી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતના વકીલ વિકાસ સિંહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતુ કે - કંગનાનો મુદ્દો સાચો છે, સુશાંત પણ નેપૉટિઝ્મનો ભોગ બન્યો છે, પણ કંગના સુશાંતનુ પ્રતિનિધિત્વ નથી કરી રહી, તે જે પણ કરી રહી છે તે પોતાના માટે કરી રહી છે.



આ ઉપરાંત વિકાસ સિંહે પોતાના એક ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યુ હતુ કે, કંગના પોતાનો એજન્ડા ચલાવી રહી છે, અને જેની સાથે તેનો પર્સનલ પ્રૉબ્લમ છે, તેને નિશાન બનાવી રહી છે. સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપૉટિઝ્મથી પરેશાન રહ્યો હશે. પરંતુ તેના કેસમાં આ મુદ્દો તપાસનો પ્રાથમિક કોર્સ નથી કેમકે મુખ્ય વાત છે કે કઇ રીતે રિયા ચક્રવર્તી અને તેની ગેન્ગે સુશાંતને ખતમ કરી દીધો ?



હવે કંગનાએ પણ સુશાંતના ફેમિલી વકીલ વિકાસનો એક વીડિયો શેર કરતા લખ્યું- શુંસાતના પરિવાર અને વકીલે હંમેશા મારા સંઘર્ષનુ સમર્થન કર્યું છે, સાવધાન રહે. આ ઉપરાંત કંગનાએ બીજુ એક ટ્વીટ કરતા લખ્યું- મૂવી માફિયા અને બિકાઉ મીડિયા ફરીથી. સુશાંત સિંહ રાજપૂતના વકીલ અને પરિવારે મારા વિરુદ્ધ કંઇ નથી કર્યું, પણ આ અફવા ફેલાઇ રહી છે.