મુંબઇઃ સુશાત કેસને લઇને બૉમ્બે હાઇકોર્ટે મીડિયાને જબરદસ્ત ઠપકો આપ્યો છે, બૉમ્બે હાઇકોર્ટે ગુરુવારે મીડિયાને સુશાંત સિંહ રાજપૂત મામલા પર જાણકારી આપતી વખતે સંયમ રાખવાનુ કહ્યું છે, જેથી તેમના વર્તનથી તપાસમાં અવરોધ પેદા ના થાય.

બૉમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એએ સઇદ અને જસ્ટિસ એપ પી તાવડેની એક ખંડપીઠે કહ્યું કે અમે મીડિયાને આગ્રહ કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે સુશાંતના મોત પર રિપોર્ટિંગ કરતી વખતે તે સંયમ રાખે, આ તપાસમાં અવરોધ ના પેદા કરે.

મહારાષ્ટ્રના આઠ સેવાનિવૃત આઇપીએસ અધિકારી અને ત્રણ અન્ય કાર્યકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી બે જનહિત અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટે ઉત્તરદાતાઓને પણ નોટિસ આપી છે, અને કહ્યું કે કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીની મંજૂરી મળ્યા બાદ કેસમાં માંગવામાં આવેલી રાહત પર વિચાર કરવામાં આવશે.

પૂર્વ આઇપીએસ અધિકારીઓ દ્વારા જનહિત અરજી માટે તર્ક આપતા વરિષ્ઠ અધિવક્તા મિલિંદ સાઠેએ મીડિયા રિપોર્ટિંગને સમાન્તર મીડિયા ટ્રાયલ કહ્યો. જેમાં મુંબઇ પોલીસનો તિરસ્કાર પણ સામેલ રહ્યો અને આવુ ખાસ કરીને ઇલેક્ટ્રૉનિક મીડિયા માટે કહેવામાં આવ્યુ હતુ. સાઠેએ કહ્યું કે મીડિયાએ હકીકતમાં તપાસની જવાબદારી પોતાની ઉપર લઇ લીધી છે, મુંબઇ પોલીસ કાવતરામાં સામેલ હોવાની વાતો કહેવામાં આવી રહી છે, એક દૂર્ભાગ્યપૂર્ણ દુષ્પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. સાઠેએ રિપોર્ટિંગ વિશે ચિંતા વ્યક્ત કરી છે.