નવી દિલ્હી: સુશાંત સિહં રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રિલીઝ થયા બાદ નવું ગીત ‘તારે ગિન’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સુશાંત સિંહ અને સંજના સાંઘીની કેમિસ્ટ્રી શાનદાર લાગી રહી છે.

થોડા સમય પહેલા મેકર્સે આ ગીતનું ટીઝર જાહેર કર્યું હતું, તેના બાદ સુશાંતના ફેન્સ તેના પૂરા વીડિયોની રાહ જોઈ રહ્યાં હતા. ‘તારે ગિન’ ગીતને મોહિત ચૌહાણ અને શ્રેયા ઘોષાલે ગાયુ છે. જ્યારે મ્યુઝિક એઆર રહેમાને આપ્યું આપ્યું છે.

આ ફિલ્મ અટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્દેશન છાબડાએ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે ગત મહિને આત્મહત્યા કરી લીધી હતી.