મુંબઇઃ સુંશાંત સિંહ રાજપૂતના મોત બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે, કેટલાક લોકો ફિલ્મ ડાયરેક્ટર અને ફિલ્મ મેકર પર સુશાંતિ સિંહને બૉયકોટ કરવાની વાત કહી રહ્યાં છે, આ વાતને લઇને સલમાન, એકતા સહિતના સ્ટાર્સ સામે ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે. મુંબઇ પોલીસ સુશાંતના મોત પાછળનુ કારણ શોધવા તપાસ કરી રહી છે, ત્યારે આ દિશામાં એક મહત્વની વાત સામે આવી છે.

મુંબઇ પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યાના ત્રણ દિવસ પહેલા જ પોતાના સ્ટાફ અને ઘરમાં કામ કરનારા લોકોને સેલેરી આપી દીધી હતી.

ટાઇમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, મુંબઇ પોલીસે તપાસ દરમિયાન નોંધ્યુ કે સુશાંત સિંહ રાજપૂતે સેલેરી આપતી વખતે પોતાના સ્ટાફને કહ્યું હતુ કે, તે હવે આગળ સેલેરી નહીં આપી શકે. તેને પોતાના સ્ટાફને કહ્યું કે તમે મને એટલો બધો પ્રેમ આપ્યો છે, આગળ આપણે કંઇને કંઇક કરી લઇશુ.



સુશાંત સિંહના મેનેજરે પોલીસને જણાવ્યુ કે સુશાંત પોતાની પૂર્વ મેનેજર દિશા સાલિયનની સાથે ચર્ચા કરતો હતો અને દિશાએ સુશાંતને 14 કરોડ રૂપિયાની વેબ સીરીઝમાં લીડ રૉલ અપાવવા મદદ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર સાલિયાને 8 જૂને આત્મહત્યા કરી હતી, મેનેજરે પોલીસને જણાવ્યુ કે સાલિયાનના મોત બાદ તે ખુબ પરેશાન હતો, અને ત્યારબાદથી તેને પોતાની જાતને એક રૂમમાં બંધ કરી લીધી હતી. તે પહેલાથી જ ડિપ્રેશનમાં હતો, અને દિશાની આત્મહત્યાથી તેને ખુબ આઘાત લાગ્યો હતો. રિપોર્ટ પ્રમાણે પોલીસે અત્યાર સુધી 10 લોકોના નિવેદનો નોધ્યા છે. પોલીસ આગળની તપાસ માટે ડાયરેક્ટર શેખર કપૂર અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી જરૂરી મદદ કરી શકે છે.