Raksha Bandhan 2021:બાળપણની એક તસવીરમાં સુશાંત તેમની બહેન શ્વેતા સાથે ખૂબ જ ખુશ દેખાઇ રહ્યો છે. ફોટો શેર કરીને શ્વેતાએ લખ્યું કે, “આઇ લવ યુ ભાઇ, હમ હંમેશા સાથ રહેંગે” તેમણે પોતાના અને ભાઇના નિકનેમ # ગુડિયાગુલસનના હેશટેગ પણ કેપ્શનમાં એડ કર્યું છે


આજે ભાઇ બહેનના સંબંધનું પાવન પર્વ રક્ષાબંધનને આખો દેશ મનાવી રહ્યો છે. આ અવસરે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા કિર્તી તેમના ભાઇ મિસ કરી રહી છે. તેમણે તેમના ભાઇને યાદ કર્યો. શ્વેતા કિર્તીએ ભાઇ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતા તેમના બાળપણની એક અનસીન ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. એકના એક ભાઇના નિધન બાદ સુશાંતની બહેનો માટે આ દિવસ કેટલો મુશ્કેલ હશે તે સમજી શકાય છે.


બાળપણની એક તસવીરમાં સુશાંત તેમની બહેન શ્વેતા સાથે ખૂબ જ ખુશ દેખાઇ રહ્યો છે. ફોટો શેર કરીને શ્વેતાએ લખ્યું કે, “આઇ લવ યુ ભાઇ, હમ હંમેશા સાથ રહેંગે” તેમણે પોતાના અને ભાઇના નિકનેમ # ગુડિયાગુલસનના હેશટેગ પણ કેપ્શનમાં એડ કર્યું છે.



ભાવુક થયા ફેન્સ


શ્વેતાની આ પોસ્ટખી સુશાંતના ફેન્સ પણ ભાવુક થયા.એક યુઝરે લખ્યું, “મિસ યુ સુશાંત” “ હમ આપકો કભી ભી નહીં ભૂલેગેં, આર હમારે દિલમે હંમેશા જિંદા રહોંગે.”  ઉલ્લેખનિય છે કે, 14 જૂન 2020માં સુશાંત સિંહનું નિધન થઇ ગયું હતું.


ફેસબુક પર બદલાયો સુશાંતો ફોટો
સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહી દે ત્યારબાદ તેમની પ્રોફાઇલ અપડેટ નથી થતી. જો કે સુશાંતની પ્રોફાઇલ પર તેનો ફોટો તાજેતરમાં જ અપડેટ કરવામાં આવ્યો છે.એવામાં ફોટો કમેન્ટ સેકશન પર ફેન્સની ભાવુકતા જોવા મળી રહી છે. કોઇ ગુસ્સામાં પુછી રહ્યું છે કે,”આખરે આવું કોણ કરી રહ્યું છે” તો એક યુઝરે તો એવું પણ કહી દીધું કે, “પળવાર તો એવું લાગ્યું કે, સુશાંત પરત આવી ગયો’