મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ હવે મુંબઇ પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે, અભિનેતાના મોબ બાદ બૉલીવુડની કાર્યશૈલી અને કેટલાકો પર પર સવાલો ઉઠવા લાગ્યા છે. મહારાષ્ટ્ર સરકારે સુશાંતના મોતની તપાસને છેક સુધી લઇ જવાનો આદેશ આપ્યો છે.
સુત્રો અનુસાર સુશાંત સિંહ રાજપૂતનો છેલ્લા પાંચ મહિનાથી ડિપ્રેશનનો ઇલાજ ચાલી રહ્યો હતો, મુંબઇ જાણીતા મનોચિકિત્સક સુશાંતનો ઇલાજ કરી રહ્યાં હતા. સુશાંતે ડિપ્રેશનની દવાઓ ખાવાનુ બંધ કરી દીધુ હતુ. મિત્રો અને કુકે પોલીસને જણાવ્યુ કે સુશાંતનો વ્યવહાર અસામાન્ય હતો, સુશાંત ઉડો ડિપ્રેશનમાં હતો.
સુશાંતના મેનેજરને સુશાંતના ફોનનો પાસવર્ડ ખબર હતો, ફોન ખોલ્યા બાદ છેલ્લો કૉલ ત્રણ વાગ્યાનો દેખાયો, સુશાંતે પોતાના મિત્ર અને એક્ટર મહેશ શેટ્ટીને કૉલ કર્યો હતો, પણ મહેશે કૉલ ન હતો ઉઠાવ્યો. મહેશે રવિવારે બપોરે 12 વાગે બપોરે કૉલ કર્યો પણ સુશાંતે કૉલ ના ઉઠાવ્યો. ત્યાં સુધી સુશાંતનુ મોત થઇ ચૂક્યુ હતુ.
મુંબઇ પોલીસે તપાસનો વ્યાપ આર્થિક તંગી તરફ પણ રાખ્યો હતો, આજે સવારે સુશાંત સિંહ રાજપૂતની બેન્ક ડિટેલ મુંબઇ પોલીસના હાથે લાગી, હાલ તો ટ્રાન્ઝેક્શનામાં કોઇ મોટુ નુકશાન બેન્ક સ્ટેટમેન્ટમાં ના દેખાયુ. પૉસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં નારકોટિક્સના કોઇ લક્ષણ ના મળ્યા, એટલે કે કોઇપણ પ્રકારના નશામાં સુશાંત ન હતો. પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે શ્વાસ રુંધાવવાથી સુશાંતનુ મોત થયુ, સુશાંતના વાઇટલ અંગોને મુંબઇની જે જે હૉસ્પીટલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પોલીસે તપાસનો વ્યાપ સુશાંત સિંહ રાજપૂતના પર્સનલ સંબંધો અને નજીકના મિત્રોની આજુબાજુ છે.મુંબઇ પોલીસ સુ્ત્રો અનુસાર થોડાક સમય પહેલા સુશાંતની તેના પિતા સાથે ફોન પર વાત થઇ હતી, જેમાં પિતાના આગ્રહ પર સુશાંતે નવેમ્બરમાં લગ્ન કરવાની વાત માની લીધી હતી.
મુંબઇ પોલીસને સુશાંતની બેન્ક ડિટેલમાં શું મળ્યુ, કોને ખબર હતો સુશાંતના મોબાઇલનો પાસવર્ડ? જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2020 02:49 PM (IST)
સુશાંતના મેનેજરને સુશાંતના ફોનનો પાસવર્ડ ખબર હતો, ફોન ખોલ્યા બાદ છેલ્લો કૉલ ત્રણ વાગ્યાનો દેખાયો, સુશાંતે પોતાના મિત્ર અને એક્ટર મહેશ શેટ્ટીને કૉલ કર્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -