મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચૂકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે બૉલીવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહના મોત કેસને સીબીઆઇ તપાસ માટે સોંપી દીધો છે. સુપ્રીમ કોર્ટના આ ડિસીઝન પર સુશાંતના પરિવારે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે, સુશાંતના પરિવારે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે.




આ પહેલા સુશાંત કેસમાં સીબીઆઇ તપાસને લઇને સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ રિયાએ પણ સુપ્રીમ કોર્ટનો આભાર માનતી પૉસ્ટ શેર કરી હતી. અંકિતા લોખંડેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ન્યાયની દેવીની તસવીર શેર કરતા લખ્યું- ''જસ્ટિસ ઇઝ ધ ટ્રૂથ ઇન એક્શન.... સત્ય કી જીત હોતી હૈ.''



ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઇ તપાસની માંગ સતત ઉઠી રહી હતી. આ પહેલા અંકિતા લોખંડેએ સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરીને અભિનેતા માટે ઇન્સાફની માંગ કરી હતી. આ વીડિયોમાં અંકિતા પૉસ્ટરની સાથે કહી રહી છે- દેશ જાણો છે કે સુશાંત સિંહ રાજપૂતની સાથે શું થયુ? જસ્ટીસ ફોર સુસાંત. સીબીઆઇ ફોર SSR.... પૉસ્ટર પર #CBIFORSSR લખ્યુ છે.

ખાસ વાત છે કે, સીબીઆઇ દ્વારા ગઠિત એસઆઇટીની ટીમ હવે મુંબઇ પહોંચશે. મુંબઇ પહોંચ્યા બાદ આ ટીમ ક્રાઇમ સીનને રિક્રિએટ કરશે અને રિયા ચક્રવર્તી અને તેના પરિવારના લોકો સાથે પુછપરછ કરશે, ક્રાઇમ સીન પર એસઆઇટીની ટીમની સાથે ફોરેન્સિકની ટીમ પણ જશે.



સુશાંત કેસમાં પોતાનો ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું- એક પ્રતિભાશાળી અભિનેતાનુ મોતનુ સત્ય બધા જાણવા માંગે છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કર્યુ હતુ ત્યારે મુંબઇ પોલીસે એડીઆર નોંધાવી હતી. પોસ્ટમોર્ટ્મ બાદ મુંબઇ પોલીસે સંજ્ઞેય અપરાધ નહીં માનીને આ કેસની એફઆઇઆર ન હતી નોંધી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પટનામાં નોંધાયેલી એફઆઇઆર બિલકુલ યોગ્ય છે, અને આ કેસને ધ્યાનમાં રાખીને અમે અમારી વિશેષ શક્તિ અંતર્ગત તપાસ સીબીઆઇને સોંપી રહ્યાં છીએ. હવે આ મામલા સાથે જોડાયેલી દરેક કડીઓની તપાસ સીબીઆઇ જ કરશે.