નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનને લઇને તપાસ કરી રહેલી એનસીબીએ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. રિયાની ધરપકડ થયાના સમાચાર સામે આવતા જ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક સ્પેશ્યલ ટ્વીટ કર્યુ છે. શ્વેતા સિંહે પોતાના ટ્વીટ પર એક હેશટેગ ટ્વીટ કર્યુ જેમાં તેને લખ્યું- ભગવાન અમારી સાથે છે.



સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે.

એનસીબીએ રિયા સાથે રવિવારે છ કલાકની અને સોમવારે આઠ કલાકની પુછપરછ કરી હતી. આ દરમિયાન એનસીબીએ તેના નાના ભાઇ શૌવિક ચક્રવર્તી (24), રાજપૂતના હાઉસ મેનેજર સેમ્યૂઅલ મિરાંડા (33) અને સુશાંતના પ્રાઇવેટ સ્ટાફ સભ્ય દીપેશ સાવંતનો આમનો સામનો કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સીને મોબાઇલ ફોન ચેટ રેકોર્ડ અને અન્ય ઇલેક્ટ્રૉનિક ડેટા મળ્યા હતા, જેમાં પ્રતિબંધિત માદક પદાર્થની ખરીદીમાં આ લોકોની સંલિપ્તતા સામે આવી હતી. એનસીબીએ છેલ્લા કેટલાક દિવસોથી મામલાની તપાસ દરમિયાન આ ત્રણેયની ધરપકડ કરી છે.



પુછપરછમાં રિયાએ ડ્રગ્સ કનેક્શનને લઇને બૉલીવુડના કેટલાક નામોનો પણ ખુલાસો કર્યો છે. એનસીબી બહુ જલ્દી બૉલીવુડના આ લોકોને સમન્સ મોકલીને પુછપરછ માટે બોલાવી શકે છે. એનસીબીએ જ્યારે રિયાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે તેના ઘરેથી કેટલાક ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસ મળ્યા હતા. તેને ફૉરેન્સિક તપાસમાં બહાર આવ્યુ છે કે વર્ષ 2017, 2018, 2019માં રિયાની ડ્રગ્સ કંપની ખુબ એક્ટિવ હતી. આ ડ્રગ્સ કંપનીના કેટલાક રાજ એનસીબીની સામે આવ્યા છે. ટેબલેટમાંથી એનસીબીને તમામ વીડિયો અને તસવીરો મળી છે, જેમાં બૉલીવુડના કેટલાય ચહેરા દેખાઇ રહ્યાં છે.