મુંબઇઃ બુધવારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સ ચોરીના મામલામાં નિર્માતા -નિર્દેશક અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નૂ સહિત કેટલીય બૉલીવુડ હસ્તીઓના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂ સાથે પુણેમાં પુછપરછ પણ થઇ. જેવી બૉલીવુડ દિગ્ગજોના ઘરે ઇન્કમ ટેક્સની રેડના સમાચાર આવ્યા, તેવા જ અનુરાગ કશ્યપ અને તાપસી સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા. આ દરોડાના મામલે બૉલીવુડે મૌન સાધી લીધુ, પરંતુ એકમાત્ર એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ખુલીને તાપસી અને અનુરાગના સપોર્ટમાં ઉતરી આવી હતી.

સ્વરા ભાસ્કરે તાપસીને બતાવી વૉરિયર....
એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે અનુરાગ કશ્યપ અને તાપસીનુ ખુલીને સમર્થન કર્યુ. તેને ટ્વીટ કરતા તેમને વૉરિયર ગણાવી દીધા. સ્વરાએ તાપસી પન્નુ માટે લખ્યું- તાપસીની પ્રસંશા માટે આ ટ્વીટ, જે એક સાહસી અને દ્રઢ વિશ્વાસ વાળી અમેઝિંગ છોકરી છે. આજના સમયમાં તેના જેવા બહુ ઓછા દેખાય છે, મજબૂતીની સાથે ઉભી રહો વૉરિયર....



સ્વરાએ અનુરાગ માટે પણ કર્યુ ટ્વીટ....
પોતાની બીજા ટ્વીટમાં સ્વરાએ અનુરાગ કશ્યપની પ્રસંશા કરી છે. તેને લખ્યું- અનુરાગ કશ્યપની પ્રસંશામાં આ ટ્વીટ, જે એક સિનેમાની અગ્રિમ ભૂમિકામાં છે, એક ટીચર અને ટેલેન્ટના મેન્ટર, અને એક વ્યક્તિ પોતાની સ્પષ્ટતાની સાથે, બહાદુર દિલવાળો, અનુરાગ તમને વધુ શક્તિ મળે.....



નોંધનીય છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવારે મુંબઇ અને પુણેના 22 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં અનુરાગ અને તાપસીનુ ઘર પણ સામેલ હતુ. ઇન્કમ ટેક્સની ટીમ ફેન્ટમ ફિલ્મ્સની ઓફિસમાં પણ ગઇ હતી અને દરોડા પાડ્યા હતા.