ખરેખરમાં, છેલ્લા કેટલાક દિવસોથી એક્ટ્રેસને લોકો પર્સનલી ખરાબ અને અશ્લીલ મેસેજ કરતી રહ્યાં હતા, આ વાતથી પરેશાન થઇ ગયેલી એક્ટ્રેસે આ તમામને ખુલ્લા પાડી દીધા છે. કવિતા કૌશિકે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આના સ્ક્રીનશૉટ શેર કર્યા છે, અને લખ્યું- તેમને બહાર બોલાવો, તેમને બેનકાબ કરો.... વળી કવિતાએ એક ફેનને રિક્વેસ્ટ કરતા કહ્યું કે કવિતા જી માફ કરી દો, સ્કૂલનો બાળક લાગી રહ્યો છે.
કવિતાએ પોતાના ફેન્સને જવાબ આપતા લખ્યું- આજે મે જવા દીધો તો કાલે કોઇ નાની છોકરીને ગાળો આપશે. પરમદીવસે મોટો થઇને પોતાની આજુબાજુની છોકરીઓ માટે ખતરો બનશે. આજે ના ડર્યો તો કાલે મોટી હરકત કરશે.
ખાસ વાત છે કે પોતાને મળેલા આ અશ્લીલ મેસેજના સ્ક્રીનશૉટને એક્ટ્રેસ કવિતા કૌશિકે મુંબઇ પોલીસને પણ મોકલ્યા છે. તેને ટ્વીટ કરતા લખ્યું- આ છોકરો @PanchalNandita સોશ્યલ મીડિયા પર પોતાની સ્વંત્રતાનો દુરપયોગ કરી રહ્યો છે, પ્લીઝ કાર્યવાહી કરો.
ઉલ્લેખનીય છે કે ટીવીની આ હૉટ એક્ટ્રેસ કવિતા કૌશિક ટીવી શૉ FIR માં હરિયાણવી પોલીસ ઓફિસર ચંદ્રમુખી ચૌટાલાના નામથી ઘરે ઘરે જાણીતી થઇ ગઇ છે.