હૈદરાબાદઃ હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે કર્ણાટકમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. કર્ણાટકના ગુલબર્ગામાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, વારિસ પઠાણે નામ લીધા વિના કહ્યું કે, 100 કરોડ (હિંદુઓ )પર 15 કરોડ (મુસ્લિમ)ભારે પડશે. જો આઝાદી આપવામાં નહી આવે તો છીનવી પડશે. વારિસ પઠાણના આ નિવેદન બાદ રાજનીતિ શરૂ થઇ ગઇ છે. પઠાણના આ નિવેદન પર બોલિવૂડ કલાકારોએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી છે. ફિલ્મ એક્ટ્રેસ પાયલ રોહતગીએ લખ્યું હતું કે, રામ રામ જી, આ મદરેસા પાસને આઝાદી જોઇએ છે. આવા જેહાદીઓને ભારતમાંથી કાઢી ફેંકવા જોઇએ. આ ધર્મનિરપેક્ષ ભારતમાં રહી શકે નહીં. આ લોકોએ હંમેશાથી હિંદુઓને નફરત કરી છે. અનેકવાર CAA 2020ને સમજાવ્યા છતાં તે ડરાવવાનો ડ્રામા કરી રહ્યા છે.


જ્યારે કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે કહ્યું હતું કે, કર લો જેટલી મસ્તી કરવી હોય એટલી તે બધુ જોઇ રહ્યો છે. ઉપરવાળો નહી ગુજરાત વાળો. સ્વરા ભાસ્કરે લખ્યું કે, બેસી જાઓ ચાચા, જો તમે કાંઇ મદદની વાત નથી કરી શકતા તો કાંઇ વાંધો નહી. મૂર્ખ, ખોટું અને ખૂબ નિંદનીય નિવેદન. આ પ્રકારના નિવેદનથી ફક્ત આંદોલનને નુકસાન થાય છે.


મહત્વનું છે કે મુંબઇના ભાયખલાથી ધારાસભ્ય વારિસ પઠાણે કહ્યુ હતું કે, ઇંટનો જવાબ પથ્થરથી આપવાનું અમે શીખી લીધું છે. જો આઝાદી નહી આપવામાં આવે તો આપણે છીનવવી પડશે. 15 કરોડ (મુસ્લિમ) છીએ પરંતુ 100 કરોડ (હિંદુઓ) પર ભારે છીએ. એ યાદ રાખી લેવું.