ફિલ્મ નિર્માતાએ પુરી જગન્નાથ ફિલ્મમાં વિજયની અપોઝિટ અનન્યા પાંડેના નામની જાહેરાત કરી દીધી છે. અનન્યા પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ જાણકારી શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં અનન્યા કોસ્ટાર વિજય સાથે જોવા મળે છે.
વિજયનું બોલીવૂડમાં સ્વાગત કરતા તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરના કેપ્શનમાં લખ્યું ફિલ્મ પુરી જગન્નાથ સાથે જોડાવાથી ખુશી અને આભાર. આ તસવીરોમાં અનન્યા ફિલ્મના નિર્દેશક અને નિર્માતા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
જ્યારે આ તસવીરોમાં અનન્યા અને વિજય વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. મુંબઈમાં જાન્યુઆરીથી શરૂ થયેલી ફિલ્મના શૂટિંગમાં હવે અનન્યા અને વિજય સામેલ થયા છે.