મુંબઇઃ બૉલીવુડના કિંગ ગણાતા શાહરૂખ ખાન વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો બાદ દેખાયો નથી. હવે રિપોર્ટ છે કે શાહરૂખ ફરી એકવાર જલ્દીથી પદડા પર આવી શકે છે. ફેન્સ પણ તેના ફિલ્મની રાહ જોઇને બેઠા છે. રિપોર્ટ પ્રમાણે શાહરૂખ ખાન હવે એક્ટ્રેસ તાપસી પન્નૂ સાથે રૉમાન્સ કરતો દેખાશે છે. જોકે આ ફિલ્મને લઇને હજુ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયુ.

સુત્રો અનુસાર, શાહરૂક ખાન બહુ જલ્દી ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મમાં દેખાશે, આ ફિલ્મ એક સોશ્યલ ડ્રામા હશે, જેમાં શાહરૂખ ખાન એકદમ અલગ અંદાજમાં દેખાશે. તાજેતરમાંજ ફિલ્મને લઇને એક રિપોર્ટ આવ્યો હતો કે શાહરૂખ ખાન રાજકુમાર હિરાનીની આ અપકમિંગ ફિલ્મમાં તાપસી પન્નૂની એન્ટ્રી થઇ ગઇ છે.



તાપસી પન્નૂ થોડાક સમય પહેલા શાહરૂખના બેનરમાં બનેલી બદલામાં કામ કરી ચૂકી છે. જે બૉક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. જોકે, આ વખતે બન્ને સ્ક્રીન પર રોમાન્સ કરતા દેખાશે. તાપસી શાહરૂખ સાથે સ્ક્રીન શેર કરવાની છે. રાજકુમાર હિરાનીની ફિલ્મમાં બન્ને સ્ટાર્સ સાથે આવશે.



આ ફિલ્મની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી થઇ રહી છે કે શાહરૂખ ખાન રાજકુમાર હિરાનીની ફિલ્મ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી આનુ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયુ.



તાપસી પન્નૂની વાત કરીએ તો એક પછી એક ફિલ્મ બનાવી રહી છે, અને બૉક્સ ઓફિસમાં મોટાભાગની હિટ થઇ રહી છે. તાપસીએ ગયા વર્ષે ફિલ્મ મુલ્ક, મનમર્જિયા, બદલા, મિશન મંગલ, સાંડ કી આંખ, થપ્પડ જેવી ફિલ્મો કરી હતી. જે દર્શકોને ખુબ પસંદ આવી હતી.



કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ