આ સમગ્ર મામલે તાપસીના બોયફ્રેન્ડ મેથિઅસ બોએ જે બેડમિન્ટન ખેલાડી છે અને હાલના સમયે ભારતના બેડમિન્ટન ટીમના કોચ પણ છે. મેથિઅસે તાપસીના ઘરે પડેલા ઈન્કમ ટેક્સના દરોડા પર ટ્વિટ કરતા લખ્યું, હું પોતાને પરેશાનીમાં ફસાયેલો મહેસૂસ કરી રહ્યો છું, એક તરફ હું પ્રથમ વખત કોચ તરીકે ટીમ ઈન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું, જ્યારે બીજી તરફ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તાપસીના ઘરે રેડ કરી છે.
મેથિઅસ આગળ લખે છે, 'ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ રેડ દ્વારા તાપસીના પરિવાર પર બળજબરી દબાવ બનાવી સ્ટ્રેસ ક્રિએટ કરી રહ્યું છે.' મેથિઅસના ટ્વિટ બાદ કેંદીય મંત્રી કિરેન રિજિજૂએ તેને સમજાવ્યો કે તે પોતાના બધુ ધ્યાન પ્રોફેશનલ ડ્યૂટી પર લગાવે.
કિરેન રિજિજૂ લખે છે, કાયદો સર્વોપરિ છે અને આપણે બધાએ તેનું પાલન કરવું જોઈએ. આ મામલો તમારા અને મારા અધિકાર ક્ષેત્રથી બહારનો છે. આપણે ભારતના સ્પોર્ટ્સના હિતોને ધ્યાનમાં રાખતા પોતાની પ્રોફેશનલ ડ્યૂટીનું પાલન કરવું જોઈએ.