Tamannaah Bhatia-Vijay Varma Breakup: તમન્ના ભાટિયા અને વિજય વર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.  અહેવાલો અનુસાર, આ કપલે ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી તેમના સંબંધોનો અંત લાવ્યો છે. બ્રેકઅપના સમાચાર આવ્યા બાદ તમન્ના અને વિજયે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી એક સાથેના ફોટો ડિલીટ પણ કરી દીધા છે.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર, તમન્ના અને વિજય થોડા અઠવાડિયા પહેલા અલગ થઈ ગયા હતા. તેઓ અત્યાર સુધી બ્રેકઅપ પર મૌન છે. આ સમાચાર સાંભળીને બંનેના ફેન્સ ખૂબ જ દુખી છે કારણ કે તેઓ તમન્ના અને વિજયના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. જ્યાં પણ બંને એકસાથે જોવા મળતા હતા ત્યાં બધા તેમને તેમના લગ્નના પ્લાન વિશે પૂછતા હતા.

તસવીરો ડિલીટ કરી 

તમને જણાવી દઈએ કે હવે ઈન્સ્ટાગ્રામ પર તમન્ના ભાટિયા અને વિજય વર્મા બંનેના એક સાથે કોઈ ફોટો નથી. તેમના એક સાથેના ફોટા ડિલીટ થયા બાદ બ્રેકઅપના સમાચારે જોર પકડ્યું છે. અહેવાલો અનુસાર, વિજય અને તમન્ના ઘણા અઠવાડિયા પહેલા અલગ થઈ ગયા હતા પરંતુ બંનેએ સાથે મળીને પ્લાન કર્યો છે કે તેઓ હંમેશા સારા મિત્રો રહેશે. તમન્ના અને વિજય બંને પોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે.

લસ્ટ સ્ટોરીઝ 2 ના પ્રમોશન દરમિયાન તમન્ના ભાટિયા અને વિજય વર્માએ તેમના સંબંધોને જાહેર કર્યા હતા. વિજયે એક વખત કહ્યું હતું કે તે તેના સંબંધોને છુપાવતો નથી, પરંતુ તેમ છતાં તે તેની પ્રાઈવસીને મહત્વ આપે છે અને હજારો ફોટા ફક્ત પોતાના માટે જ રાખે છે. તેણે એમ પણ કહ્યું હતું કે ગુપ્તતા જાળવવા માટે બિનજરૂરી પ્રયાસો કરવા પડે છે, જેમ કે જાહેર સ્થળોએ જવાનું ટાળવું અથવા મિત્રોને પળોને કેપ્ચર કરવાથી રોકવા.

વિજય અને તમન્ના એકસાથે પોઝ આપતા શરમાતા નહોતા. જ્યારે પણ બંને સાથે જોવા મળતા ત્યારે તેઓ પાપારાઝી માટે પોઝ આપતા હતા. આટલું જ નહીં તેઓ એકસાથે ઈવેન્ટ્સમાં પણ હાજરી આપતા હતા. ફેન્સ પણ આ કપલને ખૂબ જ પસંદ કરતા હતા. બંને ઘણી વખત ઈવેન્ટમાં પણ સાથે જ જોવા મળતા હતા.