નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણની ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’એ  પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 15.10 કરોડ  રૂપિયાની કમાણી  કરી છે. આ ફિલ્મ ઓમ રાઉતના  ડિરેક્શનમાં બની છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. ફિલ્મને લઇને આશા રાખવામાં આવી રહી હતી કે ફિલ્મ પ્રથમ દિવસે 10 કરોડ રૂપિયાની કમાણી કરશે. હવે જાહેર થયેલા આંકડાઓથી કોઇ આશ્વર્ય નથી કે ફિલ્મએ 15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.


‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ અજય દેવગણની 100મી ફિલ્મ છે. જેમાં કાજોલ અને સૈફ અલી ખાન પણ છે. ક્રિટિક્સ અને ઓડિયન્સ બંન્નેએ ફિલ્મને ખૂબ સ્ટોંગ પોઝિટિવ રિવ્યૂઝ આપ્યા છે.

સ્ક્રીન ડિસ્ટ્રિબ્યૂશનની વાત કરવામાં  આવે તો ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ને ભારતમાં કુલ 3880 સ્ક્રિન્સ મળ્યા હતા  જેમાં 2ડી અને  3ડી બંન્ને ફોર્મેટ સામેલ છે. જ્યારે વિદેશમાં ફિલ્મને 660 સ્ક્રીન્સ મળ્યા છે.