બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા (Tara Sutaria Styilish Photo) પોતાની સ્ટાઈલ અને ગ્લેમરસ લુકથી ચાહકોને ઘાયલ કરતી રહે છે. તારા સુતરીયાની સ્ટાઈલ જોઈને બધા તેના પર ફિદા થઈ જાય છે. તારાના ફેન્સ હંમેશા તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત હોય છે. આ સ્થિતિમાં અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. પરંતુ તારાએ તેના લેટેસ્ટ ફોટોશૂટથી બધાને ચોંકાવી દીધા છે.
તારાએ ફેન્સ સાથે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી બ્રાલેટ સાથે ડેનિમ જીન્સ પહેરીને ઉભી છે. કેમેરા સામે તારા પોઝ આપી રહી છે. ખાસ વાત એ છે કે તારાએ અહીં જીન્સનું બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું છે. તારા સુતારિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેની સ્ટાઇલિશ જોવા મળી રહી છે.
તારા સુતરીયાએ તેના બોલ્ડ લુકને પૂર્ણ કરવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે. તેના વાળ ખુલ્લા છોડી દીધા છે. આ લુકમાં અભિનેત્રી ઘણી હોટ લાગી રહી છે. હવે ચાહકો તેના આ અવતાર પરથી નજર હટાવી શકતા નથી. તારાની આ તસવીરો પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચૂકી છે.
તારા સુતારિયાએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તારા સુતરિયાની ફિલ્મ તડપમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર અહાન શેટ્ટી લીડ રોલમાં હતો.
પ્રોફેશનલ લાઈફ ઉપરાંત તારા સુતારિયા આ દિવસોમાં આદર જૈન સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે.
બીજી તરફ જો તારા સુતરીયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. ટૂંક સમયમાં તે ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ 'હીરોપંતી 2'માં જોવા મળવાની છે. આ પછી તે જ્હોન અબ્રાહમ અને અર્જુન કપૂર સાથે 'એક વિલન 2'માં પણ જોવા મળશે.