ધનુષ અને કૃતિ સેનન હાલમાં ફિલ્મ "તેરે ઇશ્ક મેં" માં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી. ફિલ્મને આનંદ એલ. રાયે ડિરેક્ટ કરી છે. ફિલ્મને પોઝિટિવ રિવ્યૂ મળ્યા છે. 

Continues below advertisement

Continues below advertisement

ફિલ્મે 11મા દિવસે આટલી કમાણી કરી

Sacnilkના મતે, ફિલ્મે તેના 11મા દિવસે 2.50 કરોડ રૂપિયા કલેક્શન કર્યા છે. ફિલ્મના 11મા દિવસના કલેક્શનના સત્તાવાર આંકડા હજુ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ જો ફિલ્મે તેના બીજા સોમવારે 2.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હોય તો ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 102.50 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

'તેરે ઇશ્ક મેં'નું અત્યાર સુધીનું કુલ કલેક્શન

'તેરે ઇશ્ક મેં' ફિલ્મને હિન્દી અને તમિલ ભાષામાં બનાવવામાં આવી હતી. ફિલ્મે 16 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. ત્યારબાદ તેણે બીજા દિવસે 17 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે ફિલ્મની કમાણી વધીને 19 કરોડ રૂપિયાની થઈ હતી. ચોથા દિવસે ફિલ્મે 8.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પાંચમા દિવસે ફિલ્મે 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. છઠ્ઠા દિવસે 6.85 કરોડ રૂપિયા અને સાતમા દિવસે 5.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મનું પહેલા અઠવાડિયાનું કલેક્શન 83.65 કરોડ રૂપિયા રહ્યું હતું. આઠમા દિવસે 3.75 કરોડ રૂપિયા, નવમા દિવસે 5.7 કરોડ રૂપિયા અને દસમા દિવસે 6.9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ચાહકો કૃતિ અને ધનુષ વચ્ચેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં તેમના ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. કૃતિ સેનને તેના સહ-અભિનેતા ધનુષ વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "મને લાગે છે કે ધનુષ એક શાનદાર અભિનેતા છે. મેં હંમેશા તેમની  પ્રતિભાની પ્રશંસા કરી છે. મને લાગે છે કે તેને તેના ક્રાફ્ટ પર મજબૂત પકડ છે. તે વિગતો પર ધ્યાન આપે છે. તેણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે, જે તેને ઘણો અનુભવ અને સમજ આપે છે." કૃતિ અને ધનુષે ફિલ્મ પ્રમોશન માટે વારાણસીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગંગા આરતી કરી હતી.