Thank God Box Office Collection: આ દિવસોમાં બોલિવૂડ ફિલ્મો માટે દર્શકોનો દુકાળ છે. બોયકોટ ટ્રેન્ડ બાદ મોટા સુપરસ્ટાર્સની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ખુબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. દિવાળી હોય કે ઈદ, હિન્દી સિનેમાને લઈને દર્શકોમાં ઉત્સાહનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. હાલમાં બોલિવૂડના 'સિંઘમ' અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેંક ગોડ'ની હાલત ખરાબ થઈ છે. ફિલ્મની કમાણીના આંકડા જોઈને એક્ટર્સ ખૂબ જ દુઃખી થઈ શકે છે.
કમાણીના આંકડામાં પછડાઈ ગઈ ફિલ્મ
'થેંક ગોડ' આ વર્ષે દિવાળી પર રિલીઝ થઈ હતી, આ ફિલ્મ તહેવારોની સિઝનમાં પણ પોતાનો જાદુ ચલાવી શકી નથી. અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રીત સિંહ જેવી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં ફિલ્મ કમાણીના મામલામાં પાછળ જતી જોવા મળી રહી છે. ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત 'થેંક ગોડ'નું 7મા દિવસનું કલેક્શન 2 કરોડ સુધી પણ નથી પહોંચી શક્યું. થેન્ક ગોડ માટે આગામી સપ્તાહમાં 40-50 કરોડનો બિઝનેસ કરવો પણ મુશ્કેલ માનવામાં આવે છે.
ભગવાન પણ બચાવી શકતા નથી 'થેન્ક ગોડ'
રિપોર્ટ્સ અનુસાર, 'થેંક ગોડ'નું કલેક્શન 7 દિવસમાં લગભગ 31 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મે રિલીઝ થયા બાદ પહેલા દિવસે 8 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો, પરંતુ હવે દર્શકોમાં ફિલ્મને લઈને નિરાશા જોવા મળી રહી છે. ધાર્મિક વાર્તા પર આધારિત આ ફિલ્મને ભગવાન પણ બચાવી શકતા નથી. 7માં દિવસે એટલે કે સોમવારે 'થેંક ગોડ'નું કલેક્શન 2 કરોડ સુધી પણ પહોંચી શક્યું નથી. ટ્રેડ પંડિતોનું માનીએ તો 70 કરોડના બજેટમાં બનેલી 'થેન્ક ગોડ' પણ તેનું બજેટ કાઢવામાં નિષ્ફળ જશે.
25 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા છ દિવસમાં લગભગ 31.25 કરોડનો બિઝનેસ કર્યો છે. સાતમા દિવસના આંકડાઓને જોડીને, થેંક ગોડનું ઓવર બોક્સ ઓફિસ કલેક્શન લગભગ 33.25 કરોડ હોવાનું માનવામાં આવે છે.
'રામ સેતુ' ડૂબી ગઈ... અક્ષય કુમારની ફિલ્મ બોક્સ ઓફિસ પરથી બજેટના પૈસા પણ વસૂલ કરી શકી નથી
અક્ષય કુમાર માટે આ વર્ષ બહુ સારું રહ્યું નથી. સોમવારે 'રામ સેતુ'એ 2.50 થી 3.50 કરોડનું કલેક્શન કર્યું, જે ખૂબ જ નિરાશાજનક હતું. Koimoi.com અનુસાર, ફિલ્મે અત્યાર સુધી 60 કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે. અક્ષય કુમારની આ ફિલ્મ અત્યાર સુધી અડધા બજેટની પણ ભરપાઈ કરી શકી નથી. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે.