The Best Horror Film On OTT: દરેક દર્શકની અલગ પસંદ હોય છે, કોઇને એક્શન (Action) ફિલ્મો પસંદ હોય છે, તો કોઇને રૉમાન્ટિક (Romantic) અને આ જ રીતે કેટલાક દર્શકોને હૉરર ફિલ્મો (Horror Films) ખુબ પસંદ હોય છે. જો તમે હૉરર ફિલ્મના શોખીન છો, તો અહીં અમે તમારા માટે પાંચ એવી મૉસ્ટ હૉરર ફિલ્મો લઇને આવ્યા છીએ, જેને તેમે ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) પરથી જોઇ શકો છો, આ તમામ ફિલ્મો તમારા હોશ ઉડાવી શકે છે. જુઓ લિસ્ટ.......  


'ભ્રમ (Bhram)' - 
જી 5 ની જાણીતી હૉરર વેબ સીરીઝ 'ભ્રમ (Bhram)' સાયકૉલિજિકલ હૉરર સીરીઝ છે, આમાં દર્શકો માટે બહુજ મજેદાર ટ્વીસ્ટ રાખવામાં આવ્યા છે, ખાસ કરીને અંતિમ એપિસૉડમાં જ્યારે ખૂની જાણ થાય છે ત્યારે. આ સીરીઝમાં કલ્કિ કોચલિન, ભૂમિકા ચાવલા અને એઝાઝ ખાન મુખ્ય ભૂમિકામાં છે. 


'શૈતાન હવેલી (Shaitaan Haveli)' - 
અમેઝૉન પ્રાઇમ વીડિયોની 'શૈતાન હવેલી (Shaitaan Haveli)'ને જોઇને હૉરર જૉનર પસંદ કરનારાઓની ચંદી થઇ જશે. આ ફિલ્મને એકલામાં જોવી બહુજ મુશ્કેલ છે. આ ફિલ્મને આઇએમડીબે એ 7.1 નું રેટિંગ આપ્યુ છે. 


'ઘોલ (Ghoul)' - 
નેટફ્લિક્સની આ મિની હૉરર સીરીઝમાં રાધિકા આપ્ટેએ ધમાલ મચાવી દીધી છે. આ સીરીઝને પેટ્રિક ગ્રાહમે ડાયરેક્ટર કરી છે. આને 24 ઓગસ્ટ, 2018 એ રિલીઝ રિલીઝ કરવામાં આવી હતી. આઇએમડીબીએ 7.0નું રેટિંગ આપ્યું છે. 


'ધ હન્ટિંગ ઓફ હિલ હાઉસ (The Haunting of Hill House)' - 
આ સીરીઝને વર્ષ 1959 એક નૉવેલની ઉપર બનાવવામાં આવી છે. આ ફિલ્મને જાણીતા ડાયરેક્ટર Mike Flanaganએ ડાયેરક્ટ કરી છે. આ સીરીઝને આઇએમડીબી તરફથી 8.6 નું રેટિંગ આપવામાં આવ્યુ છે. 


'ડ્રેૂકુલા (Drakula)' -
આ સીરીઝ 1 જાન્યુઆરીએ સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ વેબ સીરીઝને ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ કરવામાં આવી છે. 


 


ગની સ્યાની રૈપ સોંગમાં Shehnaaz Gill થઈ ખરાબ રીતે ટ્રોલ,જુઓ વીડિયો


શહનાઝ ગિલને 'પંજાબની કેટરિના કૈફ' કહેવામાં આવે છે. તેણીએ ઘણા પંજાબી ગીતો પણ ગાયા છે અને ઘણીવાર તેણીના ગીતોના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તાજેતરમાં, તેણે તેની બીજી પ્રતિભા બતાવી અને એમસી સ્ક્વેર સાથે રેપ ગીત 'ગની સ્યાની' કર્યું. જ્યાં ઘણા લોકો તેનો આ વીડિયો પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.


શહનાઝ રેપ સોંગ માટે ટ્રોલ થઈ રહી છે


શહનાઝ ગિલને પ્રેમ કરતા લોકોએ ગીતમાં તેનો લુક અને આત્મવિશ્વાસ પસંદ કર્યો છે. પ્રથમ વખત તેનો રેપ સાંભળીને તેના ચાહકો દિવાના થઈ ગયા હતા. જો કે કેટલાક લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, "આ શું હતું". આ શહનાઝે આખા ગીતની ફીલ બગાડી નાખી. એક યુઝરે ગીતની ઓટોટ્યુનને સ્ટિંગિંગ ગણાવી હતી. કોઈ શહનાઝ ગિલને 'ટોની કક્કર 2.0' કહીને બોલાવે છે. કેટલાક લોકોએ આ ગીતને બકવાસ ગણાવ્યું હતું.