Vadh Review: મર્ડર અને વધમાં શું ફરક હોય છે, તમે કહેશો કે એક જ વાત છે, પરંતુ એક વાત નથી, કેમ નથી, આ તમને સંજય મિશ્રા અને નીના ગુપ્તાની આ ફિલ્મ જોઇને સમજ આવી જશે, આ એક શાનદાર ફિલ્મ છે, જે તમને થિયેટરની સીટ પરથી હલવાનો મોકો નહીં આપે. ટ્વીસ્ટ્ એન્ડ ટર્ન હોશ ઉડાવી દેશે અને તમે ચોંકી જશો કે આ એક વૃદ્ધ આવુ પણ કરી શકે છે. 


વધની કહાણી - 
શંભૂનાથ મિશ્રા એટલે કે સંજય મિશ્રા એક રિટાયર્ડ શિક્ષક છે અને પોતાની પત્ની મંજૂ મિશ્રા એટલે કે નીના ગુપ્તાની સાથે ગ્વાલિયરમાં રહે છે, દીકરો ભણાવવા માટે લૉન લીધી હતી, દીકરો વિદેશ જઇને સેટલ થઇ જાય છે અને હવે તેની પાસે મા-બાપ સાથે વાત કરવાની ફૂરસત નથી, જેની પાસેથી લૉનના પૈસા લીધા હોય છે, તે સંજય મિશ્રાને પરેશાન કરે છે. આ બધાની વચ્ચે સંજય મિશ્રાથી એક વધ થઇ જાય છે, અને આ પછી સ્થિતિ કંઇક એવી બની જાય છે કે, પોલીસ સ્ટેશનમાં જઇને બધુ કહી પણ દેશે, પરંતુ આમ છતાં પકડાતા નથી, આવુ કેમ થાય છે, કહાણીનીમાં એવુ ટ્વીસ્ટ અને ટર્ન આવે છે તે તમે વારંવાર ચોંકાવશે. આ માટે થિએટર જરૂર જાઓ, કેમ કે આ કહાણી થિયેટરમાં જોવી જોઇએ. આ કહાણી એવા ઘરડા માતા -પિતાની દર્દભરી કહાણી બતાવે છે જેને બાળકો તેમનાથી દુરી બનાવી લે છે. 


ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો સંજય મિશ્રાની એક્ટિંગ જબરદસ્ત છે, એક ઘરડો વ્યક્તિ જે ગુંડાઓની આગળ પણ ના ટકી શકે તે વધ કઇ રીતે કરે છે, અને પછી ગુનાહને લઇને તે શું કરે છે, ખરેખરમાં અદભૂત એક્ટિંગ બતાવવામાં આવી છે. ઘરડા મા-બાપ અને વિદેશમાં દીકરો આ કહાણીમાં થ્રિલર બની જાય છે. 


કેવી છે ફિલ્મ -
આ ફિલ્મ શરૂઆતમાં થોડી સ્લૉ લાગે છે, પરંતુ કહાણી ધીમે ધીમે આગળ વધશે તેમ તેમ ટ્વીસ્ટ આવતા જાય છે. તમને પછીથી ખબર પડી જશે કે આમાં શું છે. સેકન્ડ હાફમાં ફિલ્મ બરાબર સેટ થઇ જાય છે. જે તમને સીટ પરથી ઉઠવાનો મોકો નહીં આપે. 



ફિલ્મની વાત કરીએ તો જસપાલ સિંહ સંધૂ અને રાજીવ બર્નવાલે ફિલ્મને લખી છે, અને ડાયરેક્ટ કરી છે, અને આ બન્નેનુ પોતાનુ કામ પણ શાનદાર રીતે કર્યુ છે. આ એક ખરેખરમાં થ્રિલર ફિલ્મ છે. 


કુલ મળીને આ ફિલ્મ થિયેટરમાં જોવી જોઇએ. સારા સિનેમાંને સપોર્ટ નહીં કરો તો સારુ સિનેમા બનશે કઇ રીતે.