The Family Man 3 OTT Updates: 6 મે, 2024 ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયોના ઇન્સ્ટાગ્રામ પર 'ધ ફેમિલી મેન સીઝન 3' નું મોટું અપડેટ પ્રાપ્ત થયું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સુપરહિટ સિરીઝનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ સાથે હવે એક સમાચાર આવી રહ્યા છે કે અભિનેતા શરદ કેલકર 'ધ ફેમિલી મેન 3'માં જોવા મળશે નહીં. શરદ 'ધ ફેમિલી મેન'ની છેલ્લી સીઝનમાં જોવા મળ્યો હતો પરંતુ હવે તે ત્રીજી સીઝન નહીં કરે અને ખુદ અભિનેતા શરદ કેલકરે આ વાત કહી છે.


અભિનેતા શરદ કેલકરે પુષ્ટિ કરી છે કે તે 'ધ ફેમિલી મેન સીઝન 3'નો ભાગ નહીં હોય. 'ધ ફેમિલી મેન સીઝન 3'માં મનોજ બાજપેયી, પ્રિયામણી અને શાબીર હાશ્મી જોવા મળશે પરંતુ શરદ જોવા મળશે નહીં. ચાલો તમને જણાવીએ કે શરદ કેલકરે આ અંગે શું કહ્યું?




શરદ કેલકર 'ધ ફેમિલી મેન સીઝન 3'માં નહીં જોવા મળે


ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં શરદ કેલકરે ખુલાસો કર્યો છે કે તે 'ધ ફેમિલી મેન સીઝન 3'માં જોવા નહીં મળે. ઈન્ડિયા ટુડે અનુસાર, શરદ કેલકરે કહ્યું, ' મને એનાઉસમેન્ટ પોસ્ટમાં ટેગ કરવામાં નથી આવ્યો, તો હું શોનો ભાગ નહીં બની શકું.


હું તેના વિશે કંઈ જાણતો નથી. મને તેનાપર વધુ કઈ ખબર નથી. મેં એનાઉસમેન્ટ વાચ્યું પરંતુ મને કોઈએ જાણ કરી નથી. તેથી મને કોઈ આઈડિયા નથી. પરંતુ મને લાગે છે કે તે એક મોટી વાત છે અને સીઝન 2 કરતા વધુ સારી હોઈ શકે છે. 




શરદ કેલકરે આગળ કહ્યું, 'તેમને કોઈ સારા કલેશી લોકો મળ્યા હશે. મને ખબર નથી કે તેમણે શું લખ્યું છે. આ અંગે મારી સાથે કોઈ મુલાકાત થઈ નથી, તેથી મને મારી ભૂમિકા વિશે ખબર નથી કે તે લખવામાં આવ્યું છે કે નહીં. તેમણે લખ્યું હશે તો ત્રીજા પાર્ટમાં જોવા મળીશ, નહીં તો મિત્રો, તમે મને મિસ કરશો.હું ક્યારેય જૂઠું બોલતો નથી, તેથી હું અત્યાર સુધી જે પણ કહું છું તે સાચું કહી રહ્યો છું.


તમને જણાવી દઈએ કે, 'ધ ફેમિલી મેન'નો પહેલો ભાગ વર્ષ 2020માં આવ્યો હતો. આ પછી બીજો ભાગ આવ્યો અને બંને ભાગને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. 'ધ ફેમિલી મેન'નું નિર્દેશન રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે દ્વારા કરવામાં આવ્યું છે. તેની ત્રીજી સિઝનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને સમય જ કહેશે કે તેમાં શરદ કેલકર જોવા મળશે કે નહીં.