OTT Release: 2022નું વર્ષ ભલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે બહુ સારું ન હોય પરંતુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઘણું સારું રહ્યું. આ વર્ષે રિલીઝ થયેલી ઘણી ટોલીવુડ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ઐશ્વર્યા રાયની 'પોનીયિન સેલ્વનઃ વન' અને કમલ હાસનની 'વિક્રમ'એ કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ સાથે, આ મૂવીઝને OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. ચાલો જાણીએ કે કઈ ફિલ્મો OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે.
વિક્રમ (Vikram)
કમલ હાસનની વિક્રમે આ વર્ષે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. 100થી 120ના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 426 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, તેમ Koimoi.comના અહેવાલમાં જણાવાયું છે. વિક્રમને OTT પ્લેટફોર્મ Zee5 પર સ્ટ્રીમ કરવામાં આવ્યો છે.
વલીમાઈ (Valimai)
સાઉથના સુપરસ્ટાર અજિત કુમારની આ બ્લોકબસ્ટર ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. 150 કરોડના જંગી બજેટવાળી આ ફિલ્મે 225 કરોડનો બિઝનેસ કર્યો છે. ચાહકો OTT પ્લેટફોર્મ Zee5 પર પણ આ અદ્ભુત ફિલ્મનો આનંદ લઈ શકે છે.
એથર્ક્કમ થુનિંધવન (Etharkkum Thunindhavan)
સુર્યાની આ ફિલ્મે પણ ચાહકોને ખુશ કરવામાં કોઈ કસર છોડી નથી. 60 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે 175 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર દર્શકો માણી શકશે.
તિરુચિત્રામ્બલમ (Thiruchitrambalam)
સાઉથના મોટા સ્ટાર ગણાતા ધનુષની આ ફિલ્મને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. 30 કરોડના ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ 110 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી. તે OTT પ્લેટફોર્મ સન નેક્સ્ટ પર જોઈ શકાય છે.
બિસ્ટ (Beast)
પૂજા હેગડે અને થલપતિ વિજયની આ ફિલ્મે ધમાકેદાર બિઝનેસ કર્યો હતો. 150 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે Bollymoviereviwz.com અનુસાર 250 કરોડનું કલેક્શન કર્યું છે. OTT દર્શકો આ ફિલ્મ Amazon Prime Video પર જોઈ શકે છે.
પોનીયિન સેલવાન: 1 (Ponniyin Selvan 1)
મણિરત્નમની આ ફિલ્મને ચાહકોનો દિલ ખોલીને પ્રેમ મળ્યો. Koimoi.comના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે કુલ 470 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ઐતિહાસિક ફિલ્મ બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગમાં વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્ચન, કાર્તિ, ત્રિશા, જયમ રવિ અને ઐશ્વર્યા લક્ષ્મીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. OTT દર્શકો આ ફિલ્મ Amazon Prime Video પર જોઈ શકે છે.