The Sabarmati Report: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોધરા ઘટના પર આધારિત એકતા કપૂરની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોઈ હતી. આ ફિલ્મમાં અભિનેતા વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે. વિક્રાંતે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેના પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે એક્ટિંગમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. બીજી તરફ ગોધરાકાંડ પર આધારિત તેની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' પણ સંસદમાં ફિલ્મના સ્ક્રીનિંગને લઇને ચર્ચામાં છે.






વાસ્તવમાં જેવા સમાચાર આવ્યા હતા કે પીએમ મોદી લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોઇ હતી. તેમની સાથે ફિલ્મનો મુખ્ય અભિનેતા વિક્રાંત મેસી પણ હાજર હતો.


પીએમ મોદી વિક્રાંત મેસીની ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે


નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરી હતી અને લખ્યું હતું - "તે સારી વાત છે કે સત્ય હવે બહાર આવી રહ્યું છે અને તે પણ સામાન્ય લોકો પણ જોઈ શકે તે રીતે." તેમણે આગળ લખ્યું કે નકલી નેરેટિવ કેટલાક સમય સુધી જ રહે છે. આખરે હકીકત બહાર આવે છે.


પીએમ મોદીએ ફિલ્મ જોવાની અપીલ કરી હતી


પીએમ મોદીએ ન ફક્ત ફિલ્મના વખાણ કર્યા પરંતુ લોકોને ફિલ્મ જોવાની અપીલ પણ કરી હતી. આ પછી ભાજપના ટોચના નેતૃત્વએ તમામ સાંસદો અને ધારાસભ્યોને ફિલ્મ બતાવવાની સૂચના આપી હતી.


ફિલ્મના મુખ્ય અભિનેતાએ નિવૃત્તિની જાહેરાત કરી!


ફિલ્મના મુખ્ય અભિનેતાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે પોતાના ઈન્સ્ટા હેન્ડલ પરથી પોસ્ટ કરીને લખ્યું છે કે તે હવે તેના પરિવારની સંભાળ રાખવા માંગે છે. અને છેલ્લી વાર વર્ષ 2025માં બે ફિલ્મો સાથે જોવા મળશે.


'ધ સાબરમતી રિપોર્ટ' 15 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં વિક્રાંત મેસી પત્રકારની ભૂમિકામાં છે. તેની સાથે રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ ફિલ્મના મહત્વના ભાગ છે. આ ફિલ્મ લગભગ 50 કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને જો કમાણીની વાત કરીએ તો ફિલ્મે 35.56 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'