Tiger 3 Box Office Collection Day 6 Worldwide: અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી કેટરીના કૈફની ફિલ્મ 'ટાઈગર 3' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બંને સ્ટાર્સની જોડીએ સિલ્વર સ્ક્રીન પર પ્રભુત્વ જમાવ્યું છે અને આ ફિલ્મ દરરોજ સારી કમાણી કરી રહી છે. સલમાન ખાનની 'ટાઈગર 3' એ ભારતમાં લગભગ 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને હવે તેના વિશ્વભરમાં કલેક્શનના આંકડા પણ સામે આવ્યા છે.
'ટાઈગર 3'ની કમાણી વિદેશમાં જોરદાર
'ટાઈગર 3' દેશમાં જ નહીં વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે. સૈકનીલ્કના અહેવાલ મુજબ, સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ 'ટાઈગર 3'એ વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. તેનું વર્લ્ડવાઈડ કલેક્શન 322 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. માનવામાં આવે છે કે વીકેન્ડમાં ફિલ્મની કમાણીમાં વધુ વધારો થઈ શકે છે.
'ટાઈગર 3' ભારતમાં 200 કરોડને પાર કરી ગઈ છે
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર ભારતમાં 'ટાઈગર 3'નું ખાતું 44.50 કરોડ રૂપિયાથી ખોલવામાં આવ્યું હતું. આમાં તેલુગુ અને તમિલ વર્ઝનની કમાણી પણ સામેલ છે. બીજા દિવસે ફિલ્મની કમાણી 59.25 કરોડ રૂપિયા હતી. આ રીતે ફિલ્મે બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. શુક્રવારે 'ટાઈગર 3' એ 13 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને અત્યાર સુધી ઘરેલુ બોક્સ ઓફિસ પર ફિલ્મની કુલ કમાણી 200.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
ટાઈગર 3માં ઈમરાન હાશ્મી વિલન બન્યો હતો
તમને જણાવી દઈએ કે સલમાન ખાન (Salman Khan)અને કેટરિના કૈફ (Katrina Kaif)ની 'ટાઈગર 3' (Tiger 3) સ્પાઈ યૂનિવર્સની પાંચમી ફિલ્મ છે. આમાં ઈમરાન હાશ્મી વિલન તરીકે ઉભરી આવ્યો છે. તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ પહેલા આ ફ્રેન્ચાઈઝીમાં 'એક થા ટાઈગર', 'ટાઈગર ઝિંદા હૈ', 'વાર' અને 'પઠાણ' જેવી ફિલ્મો બની ચૂકી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.