tiger 3 leaked photos : સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 નું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. સલમાનના ફિલ્મનું શૂટિંગ સીનની કેટલીક તસવીરો લીક થઈ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે. સલમાન ટાઈગર 3 માં જોરદાર એક્શન સીન કરતો જોવા મળશે. હાલના સમયમાં ટાઈગર 3 ફિલ્મનું શૂટિંગ તુર્કીમાં ચાલી રહ્યું છે. સલમાન ખાન ફિલ્મમાં એક એક્શન સીનના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ સેટના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર લીક થયા છે જેમાં સલમાન ખાન એક્શન સીન શૂટ કરતો જોવા મળી રહ્યો છે. તે અલગ-અલગ લોકેશન પર શૂટિંગ કરી રહ્યા છે. સલમાન ખાનની આ ફિલ્મમાં શાનદાર એક્શન સીન્સ જોવા મળશે. તે નદીની વચ્ચે, ઊંચી બિલ્ડિંગ પર, અને ઊંડી ટનલની અંદર શૂટિંગ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરો ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.
સલમાનની ટાઈગર 3માં અભિનેતા શાહરૂખનો કેમિયો હશે
જણાવી દઈએ કે યશ રાજ ફિલ્મ્સ દ્વારા પહેલાથી જ જાહેરાત કરવામાં આવી છે કે સલમાન ખાનની ટાઈગર 3માં શાહરૂખ ખાનનો કેમિયો હશે. બંને તેમાં એક્શન સીન શૂટ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ભારતીય જાસૂસ એજન્ટ અવિનાશ સિંહ રાઠોડના રોલમાં જોવા મળશે, જ્યારે બીજી તરફ કેટરિના કૈફની વાત કરીએ તો તે પાકિસ્તાની જાસૂસ ઝોયા હુમૈમીના રોલમાં જોવા મળશે. આ સિવાય ઈમરાન હાશ્મી ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે.
દિવાળી પર રિલીઝ થશે ટાઇગર 3
અભિનેતા સલમાન ખાન આ વખતે ચાહકો માટે બે મોટા તહેવારો પર ફિલ્મો લઈને આવી રહ્યો છે. એક તરફ તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ઈદના તહેવાર પર રિલીઝ થશે, તો બીજી તરફ તેની ફિલ્મ ટાઈગર 3 આ દિવાળી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ એક દમદાર કેમિયો કરશે. ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ, ઇમરાન હાશિમી શાહરૂખ ખાન, હૃતિક રોશન, કુમુદ મિશ્રા અને દાનિશ હુસૈન જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હશે. આ ફિલ્મ પહેલા 21 એપ્રિલે રિલીઝ થવાની હતી, જે હવે દિવાળીના તહેવાર પર રિલીઝ થશે.