Tiger 3 Trailer Out:  બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરિના કૈફ સ્ટારર ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ 'ટાઈગર 3' ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. આજે 'ટાઈગર 3'નું એક્શન પેક્ડ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સલમાન ખાનના લુકે ચાહકોના હોશ ઉડાવી દીધા છે.

Continues below advertisement

'ટાઈગર 3'નું શાનદાર ટ્રેલર રિલીઝ

'ટાઈગર 3'નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સલમાન ખાન ફરીથી અવિનાશ રાઠોડના રોલમાં જોવા મળી રહ્યો છે. એક્શનથી ભરપૂર ટ્રેલર જોઈને ફેન્સ ક્રેઝી થઇ ગયા છે. આ સાથે હવે ચાહકો ફિલ્મની રિલીઝની રાહ જોઇ રહ્યા છે. 

Continues below advertisement

ટ્રેલરની શરૂઆત એક મહિલા (રેવતી)ના બેકગ્રાઉન્ડ અવાજથી થાય છે જે કહે છે કે દેશની શાંતિ અને દેશના દુશ્મનો વચ્ચે કેટલું અંતર છે. આ પછી સલમાન ખાનની જોરદાર એન્ટ્રી છે. આ પછી રેવતી સ્ક્રીન પર દેખાય છે અને કહે છે ફક્ત એક માણસનું. પછી સલમાન ખાન રૂવાડા ઉભા કરી દે દેવો બાઇક સ્ટંટ કરતો જોવા મળે છે.ટ્રેલરમાં સલમાન ખાન ફરીથી અવિનાશ સિંહ રાઠોડના રોલમાં જોવા મળી રહ્યો છે.

આ પછી સલમાન અને કેટરીના કૈફની ખુશીની ક્ષણો સ્ક્રીન પર જોવા મળે છે. જેમાં સલમાન પોતાના પરિવાર એટલે કે પત્ની કેટરિના અને પુત્ર સાથે સુખી જીવન જીવતો જોવા મળે છે.

'ટાઈગર 3'ની વાત કરીએ તો આ YRF સ્પાય યુનિવર્સ ની પાંચમી ફિલ્મ છે. જેમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઈમરાન નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. નોંધનીય છે કે 'ટાઈગર 3' 12 નવેમ્બરે  દિવાળી પર થિયેટર્સમાં રીલિઝ થશે.  આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

'ટાઈગર 3' ફિલ્મમાં સલમાન, કેટરિના અને ઈમરાન લીડ રોલમાં છે. આ ફિલ્મ 'એક થા ટાઈગર' (2012) અને 'ટાઈગર ઝિંદા હૈ' (2017)ની સિક્વલ છે. YRF સ્પાઇ યુનિવર્સની  આ પાંચમી ફિલ્મ છે. આ પહેલા 2019માં ઋત્વિક રોશન, ટાઈગર શ્રોફ અને વાણી કપૂરની 'વોર' અને 2023માં 'પઠાણ' રિલીઝ થઈ હતી. જેમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળ્યા હતા.